Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૨૨ : શ્રી સિદ્ધચક્ર] છે, પરંતુ તે જીવો દેવલોકથી ચ્યવીને અધમદશાને પામે છે તથા સમ્યગ્માર્ગથી તેઓ દૂર જ રહે છે, પરંતુ આ જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવ જીવો તો અનન્તર ભવે એકલો દેવલોક જ પામે છે એમ નથી, પરંતુ દેવભવના પછી પણ તે જીર્ણોદ્ધાર કરાવનાર જીવો મોક્ષપદની પ્રાપ્તિ કરવા સુધી લાગલાગટ સારા ભવોને જ મેળવે છે. આથી એથી આગળના ભવોની વાત શાસ્ત્રકાર મહારાજ જણાવે છે, વળી કેટલાક બાલતપસ્યાદિદ્વારાએ અજ્ઞાન જીવો દેવલોકને મેળવે છે, છતાં તેવા અજ્ઞાનીઓને દેવભવમાં સતત સુખ મેળવવાનું હોતું નથી, પરંતુ અનેક પ્રકારની દુર્બુદ્ધિઓ દેવભવમાં પણ તેઓને સુઝે છે અને તેથી એવાં અનેક કાર્યો ચમરેન્દ્રાદિની માફક તેઓ દુ:સાહસપણે કરે છે કે જેને પ્રતાપે તેઓની લાંબી જીંદગી સતત સુખમય થવી મુશ્કેલ જ પડે છે, પરંતુ જીર્ણોદ્ધાર કરવા કરાવવા દ્વારાએ પ્રાપ્ત થતું દેવપણું સતત સુખમય હોય છે, એ વસ્તુ જણાવવાને માટે શાસ્ત્રકાર કહે છે. કે મુમુદ્ધ અનુભવેí અર્થાત્ દેવપણામાં ઈંદ્રપણે સામાનિકપણે કે મહáિકપણે કોઈપણ
સ્થિતિએ જીર્ણોદ્ધાર કરાવનારો ઉત્પન્ન થાય તો તે ત્યાં દેવભવમાં સતત સુખને અનુભવવાવાળો જ થાય છે, જો આવી રીતે સતત સુખથી યુક્તપણું જણાવવું ન હોત તો ઈંદ્રપણું સામાનિકપણું અને મહર્દિકદેવપણું પ્રાપ્ત થવાનું જણાવ્યા પછી દેવતાના સુખને અનુભવવાનું જણાવત જ નહિં. એટલે સ્પષ્ટ થાય છે, કે જીર્ણોદ્ધારના પ્રભાવે થવાવાળા ઇંદ્રાદિકો દેવભવમાં સંતતપણે સુખનો જ અનુભવ કરે છે, વળી એ વાત પણ સ્હેજે સમજી શકાય તેમ છે કે જગતનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા શ્રી જિનેશ્વર એવા દેવ, નિગ્રન્થ ગુરુ અને અકલંક એવા ધર્મની પવિત્ર વાસનાવાળો જે હોય એવો જ મનુષ્ય જીર્ણોદ્ધાર કરનારો હોય છે, તો તેવા જીવને દેવભવમાં પણ પૂર્વભવના સુસંસ્કારથી દુર્બુદ્ધિ ન સૂઝે અગર ઉત્પાત ન સૂઝે તેમાં નવાઈ નથી અને
વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦,
તે જ કારણથી દેવભવનું સુખ તેઓને સતતપણે મળે એવું કહેવું તેમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી. જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવ દેવગતિમાંથી ક્યાં ઉપજે ?
જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવ અનન્તરપણે દેવભવ પ્રાપ્ત કર્યા પછી અને તેના સુખો અનુભવ્યા પછી જરૂર મનુષ્યભવમાં આવે છે, અર્થાત્ દેવગતિ પ્રાપ્ત કરનારા જીવો દેવગતિમાંથી ચ્યવીને મનુષ્યપણામાં જ આવે એવો શાસ્ત્રીય નિયમ નથી, એટલું જ નહિં, પરંતુ દેવતાઓનો ઘણો જ મોટો ભાગ દેવપણામાંથી ચ્યવીને તિર્યંચપણામાં જ જવાવાળો હોય છે. વાચકવર્ગે યાદ રાખવું જરૂરી છે કે ઉત્કૃષ્ટપણે એકજ સમયમાં પણ જેટલા દેવતા ચ્યવે છે તેટલાઓને પણ ગર્ભજ મનુષ્યમાં સ્થાન મળવું મુશ્કેલ છે. તો પછી દરેક દેવતા દેવતાના ભવથી ચ્યવીને મનુષ્યપણું જ પામે એમ કેમ કહી
શકાય ? વળી સદા કાળને માટે જગતના સ્વભાવથી
ગર્ભજ મનુષ્યોની સંખ્યા ઘણી જ ઓછી સંખ્યાતની
ગણત્રીવાળી છે, ત્યારે દેવતાઓની સંખ્યા અસંખ્યાતનામની સંખ્યામાં જ રહેવાવાળી છે,
એટલે કોઈપણ પ્રકારે કોઇ પણ કાલે સર્વદેવતાઓ વીને ગર્ભજ મનુષ્ય જ થાય એમ બની શકે જ નહિં અને તેમ બનતું પણ નથી, પરંતુ ભગવાન્ જીનેશ્વરમહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનારા મહાનુભાવો તો તે જીર્ણોદ્ધારના પ્રતાપે દેવપણું મેળવે એટલું જ નહિં, પરંતુ તે દેવપણાથી ચ્યવીને પણ તિર્યંચની ગતિમાં જાય જ નહિ, પરંતુ કેવલ મનુષ્યગતિમાં જ આવે એ વાત જણાવવાને માટે જીર્ણોદ્ધારના ફલના અધિકારમાં મળુઅત્તે સંપત્તો એટલે મનુષ્યપણામાં આવે અને મનુષ્યપણામાં આવ્યા પછી પણ આગળ જણાવવામાં આવે છે તેવી ઉચ્ચદશાને જ તેઓ પ્રાપ્ત કરે.