Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
૫૧ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૩
તે વરબોધિ કહેવાય. આ વાતને વિચારનારો મનુષ્ય કોઈ દિવસ પણ એમ ન કહી શકે કે સર્વ તીર્થકરોના પહેલાં સમ્યકત્વો વરબોધિ તરીકે ગણાય. પ્રથમ તો એ ધ્યાન રાખવાની જરૂર છે કે કર્મગ્રન્થના હિસાબે અનાદિના મિથ્યાષ્ટિને જે પ્રથમ સમ્યકત્વ થાય છે, તે ઔપથમિક જ થાય છે અને
પથમિક સમ્યકત્વ તો જરૂર પડવાવાળું હોય છે, એટલે અનાદિના મિથ્યાદષ્ટિપણામાંથી તીર્થંકર મહારાજને પણ થતું સમ્યકત્વ તે ઔપશમિક જ હોય અને તે પ્રતિપાદિત હોય માટે તે સમ્યકત્વને વરબોધિ જ કહેવું એમ કહેવાને તૈયાર થઈ શકાય જ નહિ. વળી શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજ કે જેઓ નવાજ્ઞીવૃત્તિકારશ્રી અભયદેવસૂરિજીના ગુરૂ હતા તેઓએ ભગવાન તીર્થંકર મહારાજના અધિકારમાં વરબોધિને અર્થ વિશિષ્ટ -
Gર્શનાવાયએમ કહી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના પણ વિશિષ્ટસમ્યગ્દર્શનને જ વરબોધિ તરીકે જણાવ્યું છે એટલે આદ્ય સમ્યકત્વને વરબોધિ તરીકે માનવા શ્રીજિનેશ્વરસૂરિ મહારાજ પણ માનવા તૈયાર નથી, વળી ભગવાન્ હરિભદ્રસૂરિજીએ શ્રીપંચવસ્તુની ટીકામાં પણ વરબોધિ લાભ શબ્દનો અર્થ કરતાં શ્રીજિનેશ્વર મહારાજનું સમ્યગ્રદર્શન એવો અર્થ ન કરતાં તેઓનું વિશિષ્ટ
[૨૬ નવેમ્બર ૧૯૩૯, સમ્યગદર્શન એવો જ અર્થ કરેલો છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજીએ શ્રીતત્વાર્થ સૂત્રની ટીકામાં પણ ભગવાન તીર્થકરના છેલ્લા ભવથી લાગલાગટના ભવો જે શુભકર્મના અભ્યાસવાળા છે તેની જ શરૂઆતથી વરબોધિની શરૂઆત માની છે, એટલે એ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે પ્રતિપાતવાળું કે બીજું સમ્યકત્વ ભગવાન તીર્થકરનું હોય તો પણ તેને વરબોધિ તરીકે ન કહેવું, પરંતુ જે સમ્યકત્વના લાભ પછી ભગવાન તીર્થંકરનો જીવ અનેકભવોમાં શુભકર્મોના જ આચરણવાળો હોય તે જ સમ્યકત્વને વરબોધિ તરીકે કહેવું એમ સ્પષ્ટપણે જણાવે છે. વળી નવાજ્ઞીકારશ્રી અભયદેવસૂરિજી મહારાજ શ્રી પંચાલકની ટીકામાં વ્યાખ્યાન્તર જણાવતાં પણ વરબોધિ શબ્દનો અર્થ ભગવાન તીર્થંકરનું આદ્યસમ્યકત્વ કે ભગવાન તીર્થંકરનું સમ્યકત્વ એમ ન જણાવતાં વિશિષ્ટ સમ્યકત્વ જણાવે છે, એટલે સ્પષ્ટપણે માનવું જ જોઈએ કે ભગવાન તીર્થકરોનું આદ્ય સમ્યકત્વ તે વરબોધિ જ હોય એમ કહેવાય નહિ, પરંતુ શુભકર્મની પરંપરાવાળું તીર્થકરના ભવસુધી ટકવાવાળું જે સમ્યકત્વ ઉત્પન્ન થાય તેને જ વરબોધિ કહેવાય. એક વાત તો સ્પષ્ટ છે કે તીર્થંકરનામકર્મને બાંધવાવાળો જીવ પણ પહેલાં સામાન્ય સમ્યકત્વવાળો થયેલો હોય છે, છતાં તે સમ્યકત્વની વિશુદ્ધતાને અંગે તીર્થંકરપણું બાંધી શકે છે