Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
In fly
,
છોડી
,GES ee
VESSASA
વિષ્ટ
કાકા મન,
૮૭ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪ [૧૦ ડીસેમ્બર ૧૯૩૯, SSSSSSSSSSSSSS
(અનુસંધાન પાના ૮૮નું ચાલુ) પણ સ્વયંસંબુદ્ધપણા રૂપી વરબોધિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ઉત્તમોત્તમ મહાપુરૂષો સર્વસાવધનો ત્યાગ કરવામાં જગતના જીવોનું પવિત્રતમ એવા જૈનશાસનના આલંબન વગર જન્મ, જરા, મરણથી પીડાવાપણું દેખી, તેનું નિસ્સારપણું દેખી, તેનું અશરણપણે દેખી, તે જગતના ઉદ્ધારને માટે પ્રવ્રજિત થાય છે, આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે જ ભાષ્યકાર ભગવાન ઉમાસ્વાતિ વાચકજીએ ભગવાન મહાવીર મહારાજના દીક્ષાના અધિકારમાં કહેલા પ્રથટ્ટનો નો તાત્પર્યાર્થ સમજી શકાશે.
૧ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની દીક્ષા અશરણ એવા જગતના ઉદ્ધારને માટે. ૨ ત્રિલોકનાથ તીર્થકરોનું સામાયિક કાર્ય જગતના ઉદ્ધારને માટે જ. ૩ ત્રિલોકનાથ તીર્થકરોનું અર્થ થકી વ્રતનું આરોપણ તે પણ જગતના ઉદ્ધારને માટે. ૪ સર્વસાવદ્યત્યાગરૂપી શ્રમણતા તે પણ જગન્ના ઉદ્ધારને માટે. ૫ સુધા, તૃષા વિગેરે પરિષદોનું સહન કરવું તે પણ જગતના ઉદ્ધારને માટે જ.
૬ દેવતા, તિર્યંચ અને મનુષ્યો વિગેરેના ઉપદ્રવો સહન કરવા તે પણ જગતના કિ ઉદ્ધારને માટે જ.
૭ ચારિત્રની આરાધના તે પણ જગતના ઉદ્ધારને માટે જ. ૮ મોહાદિક ચારે ઘાતિકર્મનો ક્ષય તે પણ જગતના ઉદ્ધારને માટે જ.
૯ લોકાલોકપ્રકાશક એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ જે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોને છે થાય તે પણ જગતના ઉદ્ધારને માટે.
૧૦ લોકાલોકપ્રકાશક એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પણ દ્વાદશાંગી પ્રવચનરૂપી આ તીર્થની દેશના જે કરાય તે પણ જાતના ઉદ્ધારને માટે. છે ઉપર જણાવેલી વસ્તુ બારીકદૃષ્ટિથી જોનારો મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે ત્રિલોકનાથ માં તીર્થકર ભગવાન તો સમ્યગ્દર્શનનાદિની આરાધના ધારાએ પોતાના આત્માને કર્મમુક્ત કરે ન જ છે, છતાં તેઓનું ધ્યેય પોતાના આત્માને કર્મમુક્ત કરવાના કરતાં જગતના જીવોના ઉદ્ધારરૂપી ધ્યેય હોય છે, અને આજ કારણથી શાસ્ત્રકારો સ્થાને સ્થાને તીર્થકર નામકર્મના સ્વભાવથી જ તીર્થકરોની દેશના પ્રવર્તે છે, એમ જણાવી સૂર્યના પ્રકાશન સ્વભાવને દાખલા
તરીકે જણાવે છે, એટલે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની સાધના વસ્તુતાએ જગતના ઉદ્ધારના િધ્યેયથી છે એ માનવામાં કોઈપણ જાતનો સંકોચ થવાનું કારણ નથી, અને આ તથાભવ્યની
વ્યાખ્યા સમજાશે ત્યારે ભગવાન જિનેશ્વરસૂરિજી મહારાજાએ અરિહંત સિદ્ધ આદિ વિશસ્થાનકોની આરાધનાને જે શ્રીઅષ્ટકજીની વૃત્તિની અંદર પરોપકારની લીનતાને અંગે જણાવી છે તે હેજે સમજી શકાશે.
છે NR
સ્ત્ર
-
A
-
AT '... માથાક,
કાન કરવા
-
T