Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૭ ઃ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯ [૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦
સાગર સમાધાન
પ્રશ્ન - ૨૭ ભગવાન હરિભદ્રસૂરીજી કે જેઓ
શ્રી પંચવસ્તુના મૂલ અને ટીકાના બનાવનાર છે. પંચાશક અને અષ્ટકના ભૂલને કરનારા છે, તેમજ યોગબિન્દુ અને યોગદૃષ્ટિ નામના ગ્રન્થોને પણ સ્વોપજ્ઞ વિવરણ સાથે બનાવનારા છે અને જે ગ્રન્થોને આધારે વરબોધિ પછી પરોપકારમય ભગવાન તીર્થકરોનું જીવન થાય છે, એમ સાબીત કરવામાં આવ્યું છે તે જ હરિભદ્રસૂરીજી લલિતવિસ્તરા નામની ચૈત્યવન્દનસૂત્રની ટીકામાં નીચે પ્રમાણે જણાવે છે. आकालमेते परार्थव्यसनिन उपसर्जनीकृतस्वार्था उचितक्रियावन्तः अदीनभावाः सफलारम्भिणः अढानुशयाः कृतज्ञतापतयः अनुपहतचित्ता देवगुरुबहुमानिनस्तथा गम्भीराशया इति, આ ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે ભગવાન્ જીનેશ્વર મહારાજના જીવો વરબોધિ પ્રાપ્ત થયા પછી નહિં, પરંતુ સર્વકાળ એટલે અનાદિ નિગોદથી તેઓ પરોપકારિતાદિ ગુણવાળા હોય છે. આ લલિતવિસ્તરાના પાઠથી ભગવાન જીનેશ્વરોનું અનાદિકાળથી
પરોપકારિતાદિપણું સાબીત થવાથી ભગવાન્ જીનેશ્વરો વરબોધિ લાભ થયા પછીથી જ પરોપકારિતાદિ ગુણવાળા હોય છે એમ માનવું કોઈ પણ પ્રકારે વ્યાજબી જણાતું નથી. ભગવાન્ હરિભદ્રસૂરીજીએ સ્પષ્ટપણે મામ્ પદનો પ્રયોગ કર્યો છે અને માનદ્ શબ્દનો અર્થ વરબોધિ લાભ પછી એવો કોઈ પણ પ્રકારે થઈ શકે જ નહિં, માટે અનાદિકાળથી એટલે અનાદિ નિગોદથી તીર્થકરના જીવોને પરોપકારિતાદિ ગુણવાળા
માનવા જોઈએ. સમાધાન - ઉપર જણાવેલા પ્રશ્નના સમાધાનને
અંગે જે કઈ ભગવાન્ તીર્થંકર મહારાજને અંગે લખવામાં આવે, તેમાં એક પણ અંશે કે એક પણ રૂવાંટે ભગવાન્ જીનેશ્વર મહારાજની અવજ્ઞા કરવા માગીએ છીએ
એમ સમજવું નહિં, પરંતુ જેઓ શાસ્ત્રને . સમજ્યા સિવાય તથા શાસ્ત્રકારોને વિચાર્યા સિવાય કેવળ અજ્ઞાનતા સાથેના બકવાશથી અગડ બગડે બોલે છે તેઓને કે તેઓની ટોળીના અનુયાયીઓને સમજાવવા માટે જ અનેક પ્રકારના વિમર્શો કરવામાં આવે છે. પ્રશ્નકારના જણાવવા પ્રમાણે નીચે જણાવેલા દશ ગુણો જે જીવો તીર્થંકર થવાના હોય તેમાં અનાદિકાળથી એટલે નિગોદથી હોય