Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૨ : શ્રી સિદ્ધચક્ર]
૧
૨
૩
વર્ષ ૮ અંક-૧૧
સમાલોચના
[૨૩ માર્ચ ૧૯૪૦,
પ્રકાશકીય નિવેદન અને જીવનચરિત્રની અયોગ્યતાની સમાલોચના આગમ રહસ્યની વિશેષ અપેક્ષા રાખનાર ન હોવાથી તે હાલ તો આગળ ઉપર રાખવી એ યોગ્ય ધાર્યું છે. મંગલાચરણ તરીકે આપવામાં આવેલા શ્લોકોનું જે અગબગડંપણું છે તે કોઈક તેવા અન્ય કરેલા હોય અને તેથી તેની જવાબદારી ઉત્તરકાર વિગેરેના નામે ન ચઢે માટે તેની ટીકા કરવી વ્યાજબી ધારી નથી, છતાં જો આવર્તન ટીપ્પણકાર તરીકે ગણાવવા માગતી વ્યક્તિ જણાવશે કે ઉત્તરદાયકના જ તે શ્લોકો છે અને તેની જે ત્રુટિઓ હોય તે જણાવવામાં અડચણ નથી તો તે ત્રુટિઓ પણ જણાવવામાં આવશે.
પ્રથમપ્રાસે મક્ષિજાપાતઃ અર્થાત્ જેમ પહેલે કોળીયે માંખ આવે તેવી રીતે આ પ્રથમ પ્રશ્નોત્તર જ ઉત્તરદાયી અને આવર્ત્ત ટીપ્પણકાર (જમ્બુક)ની સમજશક્તિ જાહેર કરે છે. આપેલા પાઠમાં મેસા નહાસત્તિ જાઽસ્સાસંઢિયા એ પ્રમાણે પદો હોવાથી સીધો અર્થ એ હતો કે પાક્ષિક (સૂત્ર) પ્રતિક્રમણને બોલનાર સિવાય સાધુઓ જેની જે પ્રમાણે શક્તિ હોય તે તે પ્રમાણે કાયોત્સર્ગ વિગેરે મુદ્રામાં રહ્યા થકા (સાંભળે) આ સ્થાને ઉત્તરદાતા લખે છે કે “અને બીજા સર્વે શક્તિ હોય તો કાયોત્સર્ગાદિ મુદ્રાએ ઉભા રહીને સાંભળે” આવા દીધેલા ઉત્તરમાં ‘શક્તિ હોય તો' આવો અર્થ શું નહાસત્તિ નો કર્યો? વળી ‘બીજા સર્વ' એમ કહીને સર્વ સાંભળનારાને ઉદ્દેશીને કહેવામાં ‘શક્તિ હોય તો' એ વાક્ય કઈ સમજણથી જોડાયું, ? વળી ‘બીજા સર્વ' અને ‘શક્તિ હોય તો' કહીને મુદ્રામાં ‘ઉભા રહીને’ એ ભાગ ક્યાંથી લાવવામાં આવ્યો અને કાયોત્સર્ગની સાથે જોડાવામાં આવેલા આદિ શબ્દથી શું જણાવવામાં આવ્યું ? આ બધું તેમાં લખેલું વિચારનારો મનુષ્ય ઉત્તરદાતા અને આવર્તનકારની સમજણનો કેવો વિચાર કરે ? (આગમના અભ્યાસ વગર રહસ્યવેદી બનનારનો આ પ્રથમ નમુનો છે.)
૪ ઉત્તરદાતા અગર આવર્તનકાર પ્રશ્ન બીજામાં ‘સોમળ્યો મહિઁ' એ પદો જણાવે છે, પરંતુ ‘મળિયવ્યો’ એ પદ જે તે જ ગાથામાં આવેલું છે તેનો કર્તા એકવચનમાં જ હોય અને શ્રવણનો કર્તા સર્વ નહિં, પણ એક વિના શેષ હોય તેવું સાધ્યસિદ્ધ કરવામાં તેઓ ફલીભૂત થઈ શક્યા નથી. ગાથામાં ‘સવ્વેન્દ્િ' એકજ કર્તા પદ છે એ ઉત્ત૰ આવર્ત્ત૰ તરીકે સમજ્યા હોય તો જ્ઞાની જાણે. સેમેËિ પદ નથી એમ તો સર્વ કોઈ જાણે છે. પોળ મળિયવ્યો સહિં સોયનો એવાં પદો હોત તોજ તે વાક્યદ્વારાએ તેમના સાધ્યની સિદ્ધિ થઈ શકત.
મશઃ (વાન-પ્રશ્નો0 )