Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૩ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૨-૧૩
[એપ્રિલ ૧૯૪૦,
જણાવવા પૂરતી છે કે ગૃહસ્થોને સચિત્ત જળનું પાન વર્જવું તે પણ સાધુપણાની પ્રથમ કસોટી છે.) જેવી રીતે સચિત્તજળ કંઈક અધિક બે વર્ષ સુધી વાપર્યું નથી, તેવી જ રીતે કંઈક અધિક બે વર્ષ સુધી અપ્રાસુક એટલે સચિત્ત એવો કોઈપણ અન્ન, પાણી, ફલ ફલાદિનો આહાર પણ પોતે કર્યો નથી, વળી રાત્રિભોજન કે જે અશન પાન ખાદિમ અને સ્વાદિમ વિષયક દ્રવ્યથી ગણાય છે તેનો પણ પરિહાર જ કરેલો હતો. કંઈક અધિક બે વર્ષ સુધી સર્વથા બ્રહ્મચર્યને પણ પાલનારા થયા હતા. (આ ઉપરથી જેઓ ગૃહસ્થને સર્વથા બ્રહ્મચર્ય કરાય જ નહિં એવું કહેનારા છે તેઓ જૈનશાસન સમજનારા જ નથી એમ ચોખ્ખું થાય છે, શ્રીપંચાશકવૃત્તિ વિગેરેમાં શ્રાવકને સર્વથા બ્રહ્મચર્ય ઉચ્ચરવાનું પણ જણાવે છે અને શ્રાવકની છઠ્ઠી પ્રતિમામાં તો સર્વથા બ્રહ્મચર્ય પાળવાનું હોય છે જ) ભગવાન્ મહાવીર મહારાજે સીતોદગ-અપ્રાસુ આહારરાત્રિભોજન અને અબ્રહ્મનો જ માત્ર ત્યાં અધિક બે વર્ષમાં ત્યાગ કર્યો એટલું જ નહિ, પરંતુ અસંયમની પ્રવૃત્તિવાળી જે જે ક્રિયાઓ તે તે બધી ક્રિયાઓથી વિરક્ત થઈને જ કંઈક અધિક બે વર્ષ સુધી રહ્યા. વળી સામાન્ય ગૃહસ્થ માટે તો શું ? પરંતુ મતાન્તરના ત્યાગિવર્ગને પણ મુશ્કેલ પડે એવું ભગવાન્ મહાવીર મહારાજે એક કાર્ય કર્યું અને તે
કે જે જમને દેવા તૈયાર થાય તેવો છે તેવો તે નહોતો તે સ્પષ્ટ થાય છે, અને તેથી તે વર્ગની વિનંતિ અને આ વર્ગની જડતાનું કેટલું આંતરું છે ? તે સુજ્ઞ પુરૂષ સ્હેજે સમજી શકે તેમ છે. અર્થાત્ વિનંતિનું કાર્ય જડતાથી કરવાવાળા અને હક્ક દેખાડવાવાળા કોઈપણ પ્રકારે સાંભળવાને લાયક રહેતા નથી.) ભગવાન્ મહાવીર મહારાજે કુટુંબીજનોના શોકનું નિવારણ કરવા તથા બમણો શોક નહિં થવા દેવા જે બે વર્ષ રહેવાની વિનંતિ સ્વીકારી છે તેને માટે પણ ચૂર્ણિકાર ભગવાન્ લખે છે કે તે વિનંતિનો સ્વીકાર જે આવી રીતે કર્યો તે પણ પોતાનો દીક્ષાકાલ બે વર્ષ પછી થવાનો જાણીને કર્યો, અર્થાત્ અવધિજ્ઞાનથી પોતાની દીક્ષા પણ બે વર્ષ પછી જ થવાની છે અને કુટુંબીઓ પણ બે વર્ષ જ સાધુપણાની ક્રિયાથી રહેવાનું માને છે માટે અડચણ નથી. (આ ઉપરથી સુશમનુષ્યો સમજી શકશે કે શ્રમણ ભગવંત મહાવીર મહારાજા જો પોતાના દીક્ષાનો કાળ બે વર્ષ પછી જ થવાનો છે એમ અવધિજ્ઞાનથી ન જાણત તો કુટુંબીજનોનો શોક કોઈ પ્રકારે ગણત જ નહિં.) વળી એવી રીતે કંઈક અધિક બે વર્ષ સુધી સચિત્તજળ નહિં વાપરીને પોતે દીક્ષિત થયા. ( જો કે ભગવાન્ મહાવીર મહારાજે કંઈક અધિક બે વર્ષ સુધી અચિત્ત આહાર વિગેરેની ક્રિયા કરેલી છે, છતાં અહિં ફક્ત સચિત્ત જળ ન પીવાની વાત જણાવી છે તે માત્ર એટલું