Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦. . . . . . . . • • • • •
- તા.ક. આપ ગારીયાધાર વધુ રોકાવાના ન હો અને ઉતાવળે અહિં પધારવાના હો તો છેવટ ફાગણ સુદી ૧ કે બીજના દિને અત્રે ચર્ચા માટે પણ ટાઈમ આપવાનું જ ધ્યાનમાં રાખશો.
લી. મુનિ હંસસાગર ફરી પાછા ફા.સુ. બીજે પાલીતાણે આવી પહોંચેલા ઉ. જંબુવાને પોતાના અનુવાદને જુઠા જણાવવા બીજી ચીઠ્ઠી લખી તે આ રહી -
સ્થળ - બાબુપનાલાલની ધર્મશાળા ફા. સુ. ૩ ભોમ. “શ્રીમાનું ઉ0 જંબુવિજયજી, યોગ્ય વંદનપૂર્વક જણાવવાનું જે તિથિચર્ચા માટે તમારી પાસે તમારું જુઠ્ઠાણું સાબીત કરવા હું આવતી કાલે આવું છું”
લી. મુનિ હંસસાગર આ પત્ર ગૃહસ્થદ્વારા મોકલાવતાં તેમણે ન લીધો એટલું જ નહિ પણ જે જે વાણી ઉચ્ચારી છે તે અલિખિત જ સારી છે
ઉપાટ મનહરવિજયજીએ પણ પત્રનો ઉત્તર નહિ આપ્યો, એટલે પ્રથમના પત્રની નકલ સહિત બીજો પણ એક પત્ર ફા.સુ. ૨ જે લખ્યો, છતાં બે દિવસ તળેટી રહ્યા હોવાથી ને ચોથે પ્રવેશ હોવાથી ચોથના દિવસે એક સાધુદ્વારા તે પત્ર મોકલાવ્યો. પત્રની નક્લ નીચે -
સ્થળ - પાલીતાણા ફા.સુ. ૨ “ઉપાધ્યાયજી મહારાજશ્રી મનહરવિજયજી યોગ્ય વંદનપૂર્વક જણાવવાનું કે નીચે મુજબનો પત્ર આપને પહોંચાડ્યો છે - (ઉપરોક્ત નકલ પહેલાં મોકલી હતી તે) બે દિવસમાં જ વખત આપવા મહેરબાની કરશો.”
લી. મુનિ હંસસાગર આ છેલ્લી કલમ, ૨૨ માર્ચ વીરશાસનના લેખકે જુઠાણાંના પડલ હોવાથી નહિ દેખતાં ચોથના પત્રમાં એકમ બીજે ચર્ચા કરવાની માગણીનો જુઠ્ઠો આરોપ મૂક્યો છે.
જવાબ તો ન જ મળ્યો, સાંજ તો તળાજા તરફ વિહાર કરી દીધો જો કે ફા.સુ. આઠમે આવી તે જ આઠમની સાંજે સ્વદાદાગુરૂ સાથે અમદાવાદ તરફ વિચરી ગયા. અહિં પણ આ ચર્ચા એ પક્ષે કેમ ખતમ કરી તે વાંચકોએ સ્વયં વિચારી લેવું.