Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૧ : શ્રી સિદ્ધચક્ર]
પોષવાની સાફ મનાઈ કરે છે, ઉલટું શરીરના રસને તો શોષવાની આજ્ઞા કરે છે. તપની આજ્ઞામાં પ્રથમ ઉપવાસનું વિધાન છે તે ન થાય તો એકાસણાદિ જમવામાં પણ ઉણોદરી તપ બતાવ્યો છે. જમવામાં ૨સ વખતે વિકૃતિ (વિગય) નો ત્યાગ બતાવ્યો. બધી વિગયનો ત્યાગ ન થાય તો એક વિગયનો પણ ત્યાગ કરવા અને સંકોચ કરવા કહ્યું. શાસ્ત્રકારો હજી, શરીરનું સાધન હોવાથી અર્થાતરથી આહારની આજ્ઞા આપે છે પણ વિગયની તો પોષણ માટે આજ્ઞા આપતા નથી. અનશન અને ઊણોદરીના ભેદની જેમ વિગયમાં ત્યાગ અને
પરિમામ ભાગ અર્થાતરથી પણ રાખ્યા નથી. તેનું એકજ કારણ કે ઇંદ્રિયોને તો કાબુમાં લેવી જ છે. ઇંદ્રિયોના કાબુમાં ગયા તો રખડપટ્ટી નક્કી છે. હથિયાર હેઠાં મૂકાવ્યા વિના કાંઈ વળે નહિ!
ત્યાગી થનારે પ્રથમ તે ઇંદ્રિયોરૂપ
ગોઠીયાઓનો તો સીધો, ઘાટ ઘડવો જ પડે છે.
ઇંદ્રિયોનું ધાર્યું ન થવા દેવું એ જ એનો ઘાટ ઘડવાનો
સીધો, સાદો અને સહેલો ઉપાય છે. આમ થાય તો જ ત્યાગી થઈ શકાય. ાગી થયા સિવાય ત્યાગનો ઉપદેશ આપી શકાય નહિ, તથા ત્યાગનું ફળ મેળવ્યા સિવાય બીજાને, આદ્યપણે બતાવી
વર્ષ ૮ અંક-૧૪
[૭ મે ૧૯૪૦,
હથિયાર ન હોય તો તેનો ક્રોધ શું કરે ? લશ્કરના દીલમાં હલચલ વેર હોય પણ હથિયાર ઉતરાવ્યાં એટલે મનની લાગણી આપોઆપ ગયે જ છૂટકો! અઢાર સુભટો-અઢાર પાપસ્થાનકોમાં હથિયાર પાંચ છે. હિંસા, ઠ, ચોરી, પરિગ્રહ, અને સ્ત્રીગમન. તેર પાપસ્થાનક જે તાકાત ધરાવે છે તે આ પાંચના જોરે ! આ પાંચ કર્મ રાજાનાં હથિયાર છે.
શકાય નહિં. અઢાર પાપસ્થાનકો હથિયારોને હેઠાં પાડવાં જોઈએ. પાપસ્થાનકોનાં પોતે કરતા કાંઈ નથી. તમને ક્રોધ, માન, માયા, લોભ થયા, રાગ દ્વેષ, કલહ એ બધું થયું. એ તમામ અહિંનું અહિં. દુનિયામાં એનું ક્યારે ચાલે ? સિપાઈ પાસે
આ પાંચ ચીજો છોડે તે ઉપદેશદેવાને લાયક છે. આ છોડાવાનો વિચાર, ખાવાપીવાનું, અને પહેરવા ઓઢવાનું છોડવાનો વિચાર આવે કેમ ? માનો કે ગુરૂના કહ્યાથી, પણ જ્યારે દુનિયામાં ગુરૂ
ન હોય, શાસ્ર ન હોય, ત્યાગી ન હોય ત્યારે? તે ગુરૂનું મૂલ દેવ છે માટે અહિં જ શ્રીતીર્થંકરદેવની ઉત્કૃષ્ટતા સ્વયંસિદ્ધ છે. આખા જગતમાં ત્યાગ, તપ, પ્રવર્ત્યે તે શ્રીતીર્થંકરદેવથી જ ! એટલા માટે પ્રથમ મહાદેવાષ્ટક કહ્યું. દેવતત્ત્વ ઓળખવાની પ્રથમ જરૂર છે.
*
* * * * * * * * * * છતા સંયોગે જાગવું નથી સૂતા જ રહેવું છે ? એક ક ક ક एवं, सद्वृत्तयुक्तेन0
*
સારા સંયોગ જ સત્ય સ્વરૂપ પ્રગટાવવામાં કારણભૂત છે.
શાસ્ત્રકાર
મહારાજા
શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ
ભગવાન્ ભવ્યજીવોના