Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૫ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૪
[૭ મે ૧૯૪૦,
(અનુસંધાન પાના ૨૯૬નું ચાલુ)
બીજી તિથિને જ ઔદયિકી તરીકે ગણે છે. એટલે પહેલી તિથિનો ઉદય જ હિસાબમાં ન લેવાથી તેને અમાવાસ્યા-પૂર્ણિમાદિકપણે કહી શકાય નહિ એવું સ્પષ્ટ છે, અને તેમ હોવાથી શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાઓ અને રામટોળી પણ ૧૯૯૧ સુધી એક સરખી રીતે બીજ વગેરે પર્વતિથિની ટીપ્પણામાં આવતી વૃદ્ધિએ એકમ આદિ અપર્વતિથિની જ વૃદ્ધિ માનતા આવ્યા છે, (માસની વૃદ્ધિ સંક્રાંતિના અભાવને લીધે હોય છે અને તિથિની વૃદ્ધિ તો બેવડા સૂર્યને લીધે હોય છે, માટે વધેલા માસને, પહેલા માસનું નામ ન અપાય, પરંતુ સૂર્યોદયને અંગે તિથિ હોવાથી સૂર્યોદય ન માનવામાં આવે ત્યારે પહેલી તિથિ બીજ આદિ નામને ન ધારણ કરે એટલું સમજવું પણ રામટોળીને ન સૂઝ્યું ! ! ખરતરો પહેલી જ તિથિને પર્વતિથિ માને છે, તેને સમજાવવામાં પણ જ્યારે તે પહેલી પર્વતિથિનો ટીપ્પણામાં જણાવેલ સૂર્યોદય તે તરીકે ન મનાયો ત્યારે જ તે તિથિ તે પર્વનીજ અપેક્ષાએ નપુંસક માસ જેવી ગણાઈ. સૂર્યોદય જો બંને તિથિએ છે એમ માનીએ તો પહેલી સંક્રાંતિ રહિત માસની માફક નપુંસક બને જ નહિં.)
૮ ખોટી અને અસભ્ય રીતે વીરશાસન વિગેરેમાં વર્ષોથી લખાણો આવ્યાં છે, એટલે સજ્જનપુરુષ સહેજે પણ સમજી શકશે કે લિખિત પૂર્વકની મૌખિકચર્ચામાંથી ખસી જઈને આ રામટોળી કાગળ કાળા કરીને પોતાના અંધશ્રદ્ધાળુને ફસાવી રાખવા જ માગે છે, કેમકે લિખિત પૂર્વકની મૌખિકચર્ચાથી તો પોતાનો પક્ષ શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ છે એમ સહેજે જ સાબીત થાય તેવો છે એમ એઓ સારી રીતે સમજી જ ગયા છે, નહિંતર જંબૂવિજયજી વિગેરેને નિરૂત્તર થઈ ભાગી જવું કે બેસી જવું પડત નહિં.
૯ ‘ભાષાપ્રપંચી’ દુરાગ્રહી, ગાળો કાઢનાર, ગુંડાગિરી કરનારા, શેતાન છતાં શાહના લેબાશમાં ફરતા, વેષના ઓઠે કારમા કૂકર્મી આચરનાર, ટોળી, ઉન્માર્ગે જનાર, આવી આ એકમાં અને પહેલાંના ઘણાય અંકોમાં ગાળો લખનારને કથીરશાસન ન કહેવું તો પછી શું કહેવું ? તે વાંચકો સ્વયં સમજશે !
(વીર
! શાસન)
૫ એપ્રિલ ૪૦