Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૪ : શ્રી સિદ્ધચક્ર]
જ અઘરૂં છે. ક્રોડ પૂરવનું સંયમ બે ઘડીથી ઓછા સમયના કષાયથી બળી જાય છે. એ વાત કોના ખ્યાલ બહાર છે? ક્રોધની સજ્ઝાય કોને નથી આવડતી ? ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફલ જાય' કડવાં ફલ છે ક્રોધનાં!” આ પદો કોને યાદ નથી, મરગીનો, હીસ્ટીરીયાનો કે ચકરીનો જેને વ્યાધિ હોય તે, તે દરદ પહેલાં ગમે તેટલો વિદ્વાન્ હોય, પ્રોફેસર હોય, પણ તે દર્દ વખતે તો બેહોશ જ થાય છે. તે દરદ વખતે વિદ્વાન્ તથા મૂર્ખ બંને સરખા છે, દર્દ મટી જાય ત્યારે પાછો ડાહ્યો ડાહી ડાહી વાતો કરે, તે પણ ક્યાં સુધી ? ફરીને ચકરી, હીસ્ટીરીયા કે મરગી ન આવે ત્યાં સુધી જ ! તેમ આ આત્માએ ગમે તેટલું ગોખ્યું હોય, અરે! બીજાને સેંકડો વખત શીખવ્યું હોય, આ બધું ભણતર ક્યાં સુધી ? ક્રોધ ન આવે ત્યાં સુધી ? ક્રોધનો પ્રસંગ નથી આવ્યો ત્યાં સુધી જ બધી ડહાપણની વાતો થાય છે. પણ ક્રોધનું જરા કારણ મળતાં ભણતર બધુંએ ભૂલી જવાય છે. જો કે પ્રતિમાની દર્શનીયતા કેટલાકો માને છે છતાં આરાધ્યતા નથી માનતા
વર્ષ ૮ અંક-૧૪
[૭ મે ૧૯૪૦,
લાવવા માટે મૂર્તિની જરૂર છે જ ! જે વિદ્યાર્થીઓને ભણવાની ગરજ ન હોય અગર માટે બાપોને ભણાવવાની ગરજ ન હોય તેઓ ચોપડી કે પાટી હાથમાં ન લેવાનું, ફેંકી દેવાનું કે નિશાળના માર્ગે ન જવાનું કહે, તે જ રીતે જેમને આત્માની પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા નથી તેઓ, મૂર્તિનો વિરોધ કરે છે. શ્રીવીતરાગદેવના પ્રતિબિંબથી વિરૂદ્ધ કોને વર્તવું પડે ? જેમને વીતરાગપણું મેળવવાની ભાવના ન હોય તેમને તેમ વર્તવું પડે એ ખુલ્લું છે. મૂર્તિ જોઈ હશે તો આર્દ્રકુમારની માફક ભવાંતરમાં પણ બોધ થશે. ‘નમો અરિહંતાણં' આખી જિંદગી ગણ્યું હોય તો પણ, ગણેલું તે ભવાંતરમાં દેખાતું નથી. ભગવાનની મૂર્તિ એ પરમ આલંબન છે.
કે
તેને માટે સમજવું જરૂરી છે. ધ્યાનમાં રાખવું ભણેલું સંભાળવું તથા સંભળાવવું સહેલું છે, પણ તેના માટે ધોળા ઉપર કાળા આકારની જરૂર છે તો વીતરાગના આકારરૂપી જ્ઞાન મેળવવાનું સાધન (મૂર્તિ) કેમ ખસેડી દેવાય ? ભણવામાં તથા વર્ઝનમાં ફરક છે. પણ ભણવામાં પાસ ન થયો હોય ત્યાં સુધી ભણવાની ચોપડી ફેંકી દઈ શકતો નથી. તેમ આ આત્મા વીતરાગપણાની પરીક્ષામાં પાસ ન થાય ત્યાં સુધી તેને વીતરાગપણાનો ખ્યાલ
દાન પ્રથમ શ્રેયાંસકુમારે શરૂ કર્યું. તેમની પહેલાં દાન દેવામાં કે લેવામાં કોઈ કાંઈ સમજ્યું નહોતું. સુપાત્રદાન પ્રથમ પ્રવર્તાવનાર શ્રેયાંસકુમાર છે. તેમણે પ્રથમ શી રીતે પ્રવર્તાવ્યું ? ભગવાનનો આકાર જોઈને, વેષ જોઈને - ‘આવું રૂપ મેં જોયું છે'એ વિચારથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને દાનધર્મ સૂઝ્યો. જેઓ આકારને નહિ માને તેમનાથી શ્રેયાંસનું દાન તથા જાતિસ્મરણજ્ઞાન શી રીતે મનાશે ? સાક્ષાત્ શ્રીતીર્થંકરદેવને જોઈશું તો તેમને તીર્થંકર તરીકે શી રીતે ઓળખવાના ? જો વારંવાર તેમનો આકાર જોયો હશે તો ને ! મૂર્તિના આકારનો મત્સ્ય જોઈને કેટલાએ સ્વયંભૂરમણસમુદ્રના માછલાને જાતિ સ્મરણજ્ઞાન થાય છે. (અનુસંધાન પેજ - ૩૦૫)
(અપૂર્ણ)