Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૧ : શ્રી સિદ્ધચક્ર]
૨
૧ પૂનમ અથવા અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય સકલશ્રીસંઘ હંમેશથી કરતો આવ્યો છે અને કરે છે, તો શું રામટોળાના મતે ઉદયની તેરસે અને શાસ્ત્રવાક્યથી માનેલી ચૌદશે પક્ષી કે ચૌમાસી કરીને આગળની ચૌદશે પૂનમ કે અમાવાસ્યા કરનાર શ્રીસંઘ મિથ્યાત્વી છે ?
૩
૪
૫
૬
વર્ષ ૮ અંક-૧૫-૧૬
સમાલોચના
૭
[૫ જુન ૧૯૪૦,
રામટોળાએ અને તેના પૂર્વજોએ પણ ૧૯૮૯ સુધી પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય કરીને તેરસે પક્ષી કે ચૌમાસી કરીને આગળની ચૌદશે પક્ષી અને ચૌમાસી કરી ન હતી. તો તેથી પોતાને અને પોતાના પૂર્વજોને રામટોળીવાળા શું મિથ્યાત્વી થયા માને છે ?
૧૯૫૨માં જે માન્યતા હતી તે જ માન્યતા ૧૯૬૧ વગેરેની સાલમાં હતી એ વાત માટે શ્રીકપડવંજ વગેરેના સંઘ પાસેથી નથી જણાઈ ?
સંમેલનમાં કઈ તારીખથી રામ તરફથી તિથિચર્ચાનું કહેવાયું કે જેને બીજાએ દાબી દીધી કહેવાય છે તે જણાવવું હતું. કથીરશાસનનો કારમો ફતવો આવો જ હોય.
કલ્યાણવિજયજીએ તો જુઠા કલંક દેનાર અધમોની કોટીમાં પડી રહેવાનું પસંદ કર્યું હતું અને તેથી તે લખાણ ૧૯૫૨ પછીનું અહિંનું છે એમ પૂરવાર કરવા સંશોધકને મોકલ્યો ન હતો. એટલે રામ અને તેના પ્રતિનિધિની દશા જ કારમી છે.
પાંચમ કે પૂનમ પર્વને લોપનાર ટોળું તો હમણાં જ રામટોળીને નામે બહાર આવ્યું છે. શાસ્ત્રીયપુરાવાની ચોપડીને વાંચનાર અને માનનાર તો માને જ છે કે પૂનમ-અમાવાસ્યાનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેરસનો ક્ષય અને વૃદ્ધિ થાય છે. તથા ભાદરવાસુદ પાંચમના ક્ષય કે વૃદ્ધિએ ચોખ્ખી રીતે ત્રીજની ક્ષય વૃદ્ધિ પણ તે પુરાવાઓમાં જણાવવામાં આવી છે. પરંતુ શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવવામાં ટેવાયેલા રામટોળાને તે સાચું માનવાનું ભાગ્ય ક્યાંથી હોય ? રામટોળીના આચાર્ય અને ઉપાધ્યાયો શ્રીપાલીતાણામાં તિથિચર્ચા કરવા બોલાવ્યા છતાં ન આવ્યા અને ઉ. એ તો ચર્ચા કરવાનો ડોળ કરી ગઅંતરી