Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૯ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૪
આગમોદ્વારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
પોતાને આ જીવનમાં થોડાં વર્ષો સુધી જ ઉપયોગી એવા માટે મોક્ષ માર્ગમાં અંતરાય કરવો? કર્મક્ષયાર્થે કે સંયમ માટે થતા કે કરાવાતા પ્રયત્નો તે ભાવદયા છે. ગણધર થાય છે તે તીર્થંકરદેવને અંગે થાય છે. શ્રીતીર્થંકરદેવ ભવાંતરથી
ભાવદયાવાળા હોય છે. શ્રીતીર્થંકરપણાની જડ
સર્તનમાં છે. તે તેમને સર્તન ભવાંતરથી ચાલ્યું આવે છે. જૈનદર્શનના આસ્તિકો ભાવદયાને પ્રાધાન્ય આપે છે. દ્રવ્યદયા ખાતર ભાવદયાનો ભોગ ન અપાય. ભાવદયા ખાતર દ્રવ્યદયાનો ભોગ આપવો પડે તો આપવો એ જ સાચી ભાવદયા છે.
સભામટા ગોઠીયાઓનો ઘાટ
ઘડ્યે જ છુટકો !!! 康康
康
ડાળ ઉપરથી મળતાં લો પણ મૂળને જ આભારી છે !
[૭ મે ૧૯૪૦,
શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપદેશાર્થે
અષ્ટકજી પ્રકરણની રચના રચતા થકા, દેવતત્ત્વની
મુખ્યતાના કારણે પ્રથમ મહાદેવાષ્ટક લખતાં જણાવી ગયા કે જગતના તમામ આસ્તિકદર્શનકારો, દેવ, ગુરૂ તથા ધર્મ આ ત્રણ તત્ત્વોને ભક્તિપૂર્વક
માને છે. આ ત્રણ તત્ત્વોને માનવામાં જ આસ્તિકય
મનાય છે. આ ત્રણ તત્ત્વોમાં મુખ્યતા દેવતત્ત્વની છે. આપણા અનુભવમાં ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ વધારે આવે છે. દેવતત્ત્વ આપણા માટે તો પરોક્ષ છે. ચોવીસ તીર્થંકરોમાંથી આપણે તો એકને પણ જોયા નથી, તો તેમના પરિચય તથા ઉપદેશ
શ્રવણની વાત તો લાવવી જ ક્યાંથી ? તેમની પ્રત્યક્ષ પરીક્ષા કે તેમનું પ્રત્યક્ષ અવલોકન આપણા માટે
અત્યારે નથી. આપણા પરિચય કે સંસર્ગમાં આવતાં
બે તત્ત્વો જ છે. ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ. ગુરૂ તથા ધર્મથી આપણે પરિચિત છીએ. દેવતત્ત્વથી અપરિચિત છીએ. જગતના મનુષ્યો ફળો ડાળ ઉપરથી લે છે; કોઈ મૂળમાંથી લે એમ બનતું નથી. આ ઉપરથી ‘ઝાડને અને મૂળને સંબંધ શું ?' એમ