Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
અનુવાદમાં જે જુકાણાં જણાવાય તે સત્ય જ હોય પણ જુદાં ન હોય તો તેઓ તે પ્રમાણે સ્વીકારશે.
શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે લૌકિક ટીપ્પણામાં આવતી પર્વતિથિના ક્ષય વૃદ્ધિની વખતે પહેલાંની અપર્વતિથિના ક્ષય વૃદ્ધિ સાબીત કરવાની પ્રતિજ્ઞા કરીને પૂ. આ. દેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી તેની અસત્યતા સાબીત કરવાની પ્રતિજ્ઞા કરવાનું તમોને ફા.સુ. ૧૫ના દિને જ જણાવેલ છે એટલે તે વાત તો નવી કહેવી પડે તેમ નથી.
ચર્ચા વખતે બન્નેનાં કથનો લિખિત થશે, અને મધ્યસ્થો પછી નિર્ણય આપશે એ પણ સ્વાભાવિક
જ છે.
લી. મુનિ હંસસાગર ઉપાટ જંબુવિજયજી પોતાના ફાગણ વદી બીજના પત્રમાં બીજી બીજી વાતો કરી ચર્ચામાંથી છટકી જવા માંગતા પૂજ્ય આચાર્ય દેવેશે પ્રતિજ્ઞા પત્ર મોકલવાનું ફરીથી સૂચવ્યું, જેના પ્રતાપે પોતે પણ ચર્ચા માટે તૈયાર છે પ્રતિજ્ઞા પણ કબુલ જ છે' ઈત્યાદિ જણાવતા અને પોતાની ભૂલ સાબીત થાય તો તે સુધારવા તૈયારી બતાવવાનો તેમણે નીચે મુજબ પત્ર મોકલાવ્યો, જો કે ઉપરોક્ત મુનિશ્રી હંસસાગરજીના પત્રોનો જવાબ તો ન જ આપ્યો, છતાં તેઓશ્રીના પત્રમાં જણાવેલ સૂચનાઓ તો માન્ય થતી જણાવવા લાગી ! ઉપાટ જંબુધિ નો પત્ર -
પાલીતાણા શાંતિભુવન ફાગણ વદ ૩ મંગળવાર આચાર્ય શ્રીમાન સાગરાનંદસૂરીજી -
યોગ્ય લખવાનું કે તમારા ફા. વદ રના ઉત્તરથી તમો શ્રીતત્ત્વતરંગિણીના આધારે અમે જણાવીએ તે મધ્યસ્થી આગળ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાનું કિંવા અમારા અનુવાદનું જુદાપણું સાબીત કરવાની પ્રતિજ્ઞા જણાવવામાં નિષ્ફળ નિવડ્યા છો, એ એકવાર ફરીથી પણ સિદ્ધ થઈ ચૂક્યું છે.
તમોએ માનેલી અને તમારા પ્રશિષ્ય જાહેર કરેલી ચેલેન્જ ઝીલીને અમોએ તમારી સાથે જ્યારથી પત્રવ્યવહાર આદર્યો ત્યારથી અમારી પ્રતિજ્ઞા તો એ દવા જેવી થઈ ચૂકી છે કે અમારી સાથે ચર્ચા કરવા માગનારને અમો શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થના આધારે પર્વતિથિની વૃદ્ધિએ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી એ શાસ્ત્ર વિરૂદ્ધ છે, કિન્તુ તત્તત્ તિગ્મારાધનની પૂર્વોત્તર દિવસે વ્યવસ્થા કરવી એ જ શાસ્ત્રોક્ત છે, એમ સાબીત કરી આપવા તૈયાર છીએ.
તમો શ્રી તત્ત્વતરંગિણી આદિ શાસ્ત્ર અને પરંપરાથી તમારા પક્ષની સિદ્ધિ કરવાનું લખો છો, તો હવે તે મુદા ઉપર આવીને તમોને લખવું પ્રાપ્ત થાય છે કે – (૧) શ્રી તત્ત્વતરંગિણી, (૨) શ્રી હરિપ્રશ્ન, (૩) શ્રી સેનપ્રશ્ન, (૪) શ્રી શ્રાદ્ધવિધિ, (૫) શ્રી સૂર્યપ્રજ્ઞતિ, (૬) શ્રી જ્યોતિષ કરંડક,