Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫ . . . . . . . . . . . . . . . . . . .................. કેવા પદભૂષણ? કેવા કીર્તિમાનું? કેવા ધૃતિમાન ? અને ચર્ચાનો આ રીતે અંત આણવાથી બનેલા કેવા સુંદર (?) કાન્તિમાન્ ?
એ પ્રકારે પાલીતાણામાં બનેલી તિથિચર્ચાને સાદ્યન્ત જાણનાર શાસનસંઘના હૃદયમાં સદાને માટે અભૂતપૂર્વ છાપ મારીને ગયા! આવું અન્યદર્શનના વિદ્વાનોથી તો બની જ શકે, એવું પણ માનવા અમે હરગીજ તૈયાર નથી તિથિ ચર્ચાના નાયક આ. અભૂતપૂર્વ ઉપાધ્યાયજી જેવા કોઈપણ ઉપા ‘ન ભૂતો ન ભવિષ્યતિ' છેવટે જણાવવાનું કે -
ઉપાટ જંબુવિજયજીની એ વાત તો સ્પષ્ટ જ છે કે બહાદૂરીથી, આ પ્રેમસૂરી આ૦ રામચંદ્રસૂરી અને તેમનો પંથ પકડનારા તેવા બીજાઓનો આ સામાન્ય પરાજય તો ન જ ગણાય! છતાં મડાગાંઠ છૂટશે કે કેમ ? છઘસ્થો ભૂલે, પણ ભૂલની જાણ થયે સરળતાથી સુધારી લ્ય, તો આ કપરી દશા ન થાય. આવા બેચાર મહાશયોથી નભતા આ પક્ષનું ઉપાધ્યાયજી જંબુવિજયજી એ આવું પરિણામ આપ્યું એ શ્રીસંઘનો પરમ મહોદય નહિ તો બીજું શું ?
સ્વપ્નય પણ એમણે નહિ ધારેલ કે “આo શ્રી સાગરાનંદસૂરીપુરંદર હું કહું તે મધ્યસ્થો અને અમારા બન્નેના સ્થાન સિવાયનું જ અને હું કહું તેજ સ્થાન પણ કબુલશે !!! એમણે એવી ધારણાથી રૂવાબભેર પત્ર લખી નાખ્યો કે “પૂજ્ય આચાર્ય દેવશ્રી એ વાત કબુલ કરવાના જ નહિ, અને નાકબુલ કરે કે તુર્તજ ચર્ચા ડોળવાનો ટોપલો તેમને જ શીરે નાખીને વિહાર કરી દઉં, કે જેથી હું શાંતિનો ફિરસ્તો ગણાઈ સદાયને માટે ચર્ચામાંથી છટકી જઉ પણ આવા વિદ્વદ્રનનો ભાવ પૂ૦ આચાર્યદેવને સમજવો મુશ્કેલ હોય, એમ એવા વિદ્વાન સિવાય બીજો કોણ માને ? પૂજ્ય આચાર્ય દેવેશને તો તેમનો પત્ર મળ્યો કે તુર્તજ સીધું લખી દીધું કે તમે કહો તે સ્થળે અને તમે કહો તે મધ્યસ્થી આગળ ચર્ચા કરવા તૈયાર જ છું' બસ મામલો ખતમ ! ઉપાઠ જીના જ્ઞાનતંતુની ગોળમેજી ગભરાટમાં ગબડી ગઈ ! હવે શું ? હવે વિહાર ! બીજો ઉપાય જ શું? ચાલો ત્યારે તેમ ! એ સાધુઓ તૈયાર થાવ ! આપણે કાલે સવારે જ વિહાર છે જો કાલે વિહાર ન કરીએ તો તો xx આ પ્રમાણે બધી તૈયારી બાદ શ્રી શ્રી શ્રી મહોપાધ્યાયજીએ રહેવા દ્યો પાલીતાણાથી “શાસ્ત્ર પરંપરાગત આરાધના માર્ગ સત્ય છે એમ બતાવવા જ વિના ઉત્તરે અને વિના ચર્ચાએ આ રીતે હાલી જ નીકળવાનું પસંદ કરીને