Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪
કે - તમો હવે જવાબ ન જ આપી શકો તેમ સ્પષ્ટ લાગે છે, તેથી આ સામે વિરાજતા સેંકડો મુનિવર્યોમાંથી કોઈપણ એકને આપની જવાબદારી સોંપીને આપનાં તે જુઠ્ઠાણાં સમજવા મારી સામે રજુ કરો ! આ સહેલી વાતનો પણ જવાબ આપવામાં નિષ્ક્રિય બનેલા ઉપા૰ જંબુવિ૰ ભરસભામાં ખૂબજ લેવાયા. શાસન પ્રતિ માલિન્યતા પસારનારની આવી જ દુર્દશા હોવી એ સ્વાભાવિક છે. સમુદાયમાં સ્વભાવાનુસાર ઉશ્કેરાઈ ગુર્વાદિ વડીલોનો જ સામનો કર્યા બાદ ઉપેક્ષા પાત્ર બનેલા તેમણે ફળમાં પદ પ્રદાનને ગુમાવી ભવ પર્યંત ભારી નુકશાની ખમવાના પ્રશ્ચાતાપે ગુર્વાદિનું તિથિચર્ચાના જયદ્વારા જ મન મનાવવાના સ્વીકારમાં અશક્તિએ આવી પડતાં, શ્રી પાલીતાણામાં ભારી નામોશી ખમવી પડશે. એ એમને એ વખતે પણ જો ખ્યાલ રહ્યો હોત તોય આ દશા થાત નહિં, આમ છતાં તેમની પાસે બેઠેલા શ્રી ચિદાનંદવિ તથા વર્ઝમાનવિ૰ એ દુર્ભાગ્યે એમના જ જુઠ્ઠાણાને મજબુત કરનારો ભુંડીગાળો જ વર્ષવાનો માર્ગ શોધી કાઢ્યો. કેવી સુંદર (?) શોધ? શ્રી વર્ધમાનવિ૰ એ તો ગૃહસ્થનેય કાનમાં આંગળી ઘાલવી પડે એવી મુનિશ્રી હંસસાગરજી સામે ભુંડી જ ગાળોનો એક સામટો વરસાદ વરસાવવો શરૂ કર્યો. ચર્ચાને કલહનું જ રૂપ આપીને એ ધીંગાણું જ કરવા માંગે છે, એમ જોતાં મુનિશ્રી હંસસાગરજી મહારાજે જાહેરને ઉદ્દેશીને કહ્યું કે સમાજને ખોટાં જુઠ્ઠાણાંથી ઉન્માર્ગે ચડાવી જવાબદારીમાંથી છટકી જવાની પાપાત્માઓને છાજતી આ ભયંકર કોશીષ છે, જેથી મારું વક્તવ્ય હવે સમાપ્ત કરું છું.
‘આ પછી તો ભીષણરૂપ ધારી શ્રી વર્ધમાનવિ૰ અતિતરહીયમાન બનીને એ હંસસાગરને હું મારી નાખીશ' એવા અધમજનોચિત શબ્દો પણ કાઢી નાખ્યા, તો પણ મુનિશ્રી હંસસાગરજી મ. તો શાંત જ રહ્યા. ખરેખર, મુનિને તો એ જ છાજે. આ વાતાવરણે જનતામાં ઉપા૰ જીની ‘ચર્ચા માટે તૈયારી સાથે તોફાની તૈયારી' જાહેર કરીને તેને સખ્ત નામોશી લગાડી, આ વસ્તુને સદંતર ઉથલાવીને તા. ૨૮ માર્ચ ૪૦નું વીરશાસન એ ગુંડાગીરીનો ટોપલો પૂ॰ આ દેવશ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજને શીરે લાદતા પણ લજ્જાતું નથી.
નશાધીન વીર (?) શાસનની હાય વરાળ !
આ વસ્તુ આખીયે અચ્છાદિત કરવા એણે એને છાજતી અને એનાથી બનતી કપરી ગાળોનો પણ પૂ. આચાર્ય દેવેશ ઉપર વરસાદ વરસાવી તેની ભુંડી પત્રનીતિ ઉઘાડી પાડી છે. એ ઓછા સંતોષની વાત નથી. આવા મલિન માનસો સમાજમાં હજુયે કેટલો અનર્થ કરશે, એ કલ્પના બહારની વાત હોવાથી