Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૦ : શ્રી સિદ્ધચક્ર] અનાર્ય અને જંગલી મનુષ્યો પણ પોતાની પૂર્વપુરૂષોની રીતિ પ્રમાણે વર્તે છે, અને તે તે વર્તનોથી તે તે જાતિની સ્થિતિ ઓળખાય છે, પરંતુ ઉત્તમ પુરૂષોનો માર્ગ તો તેવાઓથીજ અનુકરણમાં લેવાય છે કે જેઓ ઉત્તમપુરૂષો હોય છે. અર્થાત્ ઉત્તમપુરૂષો પોતાના ઉત્તમ આચરણથી પોતાની એકલાની જ ઉત્તમતા જણાવે છે એમ નહિં, પરંતુ પોતાના ઉત્તમ આચરણથી તે સત્પુરૂષો વર્તમાનકાળના અન્ય સત્પુરૂષો અને પૂર્વકાળના સત્પુરૂષોની ઉત્તમરીતિ જગતને દેખાડે છે. એવી રીતે ભગવાન્ જિનેશ્વર મહારાજના જીર્ણમંદિરનો ઉદ્ધાર કરનારે જીર્ણોદ્ધારના મહાન કાર્યને કરીને પોતાની ઉત્તમતા દેખાડી છે, એટલું જ નહિં, પરંતુ
ભગવાન જિનેશ્વર મહારાજની ઉત્તમતા એટલે
g
પૂજ્યતા જગતમાં અદ્વિતીયપણે જાહેર કરી છે. વળી જિનેશ્વર ભગવાની પ્રતિમા ભરાવનાર ઉત્તમપુરૂષ તેમની પણ ઉત્તમતા જગતમાં જાહેર કરી છે. તે પ્રતિમા જે મંદિરમાં બિરાજમાન કરવામાં આવી હતી તે મંદિરને કરાવનાર મહાપુરૂષની પણ ઉત્તમતા જગતમાં જાહેર કરી છે. એટલુંજ નહિં, પરંતુ ભગવાન્ જીનેશ્વર મહારાજની મૂર્તિ અને મંદિરને અંગે જે જે રક્ષણ ઉદ્ધાર-વૃદ્ધિ વિગેરે કાર્યો પૂર્વે થયાં હોય તે તમામ કાર્યો કરનારની ઉત્તમતા પણ તે જીર્ણોદ્ધાર કરનાર મહાપુરૂષ જગતમાં જાહેર કરી છે. આ વસ્તુ વિચારનાર મનુષ્ય ભગવાન્ જિનેશ્વર મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર લોકોત્તરમાર્ગના કેટલા બધા ઈતિહાસને સારાપણે ગવડાવનારો થાય છે તે સમજી શકશે અને તે દ્વારા જીર્ણોદ્ધારની અને જીર્ણોદ્ધાર કરાવનારની મહત્તા સમજી શકશે. (આ સ્થાને એ વાત કહેવી અસ્થાને નહિં ગણાય કે દ્રૌપદીજીએ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરી છે એ વાત શ્રીશાતાસૂત્રમાં પ્રસિદ્ધ છે અને તેથી જ તેને જિનેશ્વર ભગવાનની પૂજા
[એપ્રિલ ૧૯૪૦, એમ સ્હેજે
સમ્યક્ત્વવાળા જીવોને કરવાલાયક સાબીત થાય છે, અને દ્રૌપદીનું સમ્યક્ત્વ સહિતપણું તો નારદ સરખા લૌકિક મહર્ષિને અભ્યુત્થાન સરખો સત્કાર ન કરતાં અસંયત અવિરત-અપ્રતિહત-અપ્રત્યાખ્યાત પાપકર્મા ધારીને કંઈ પણ વિનય ન કર્યો એ હકીકતથી પ્રસિદ્ધ જ છે. પ્રથમ તો જીવાદિક તત્ત્વોના અભિગમ અને તેવી શ્રદ્ધા વગર અસંયતપણાદિકનો વિચાર તે વાળાની પરીક્ષા તથા નિર્ણય અને તે વાળાના વિનયને અંગે અયોગ્યપણું નિશ્ચિત કરવું તે જ અસંભવિત છે, વળી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં લૌકિકદેવોની પૂજાના અતિદેશો આવે છે. ત્યાં કોઈ દેવની પૂજાનો અતિદેશ-એટલે ભલામણ છે જ પણ જગા પર સૂર્યાભદેવે કરેલી ભગવાન્ જિનેશ્વર નહિં, પરંતુ બીજી બીજી જ ભદ્રા સાર્થવાહી જેવીની ભલામણો છે અને સૂર્યાભદેવે કરેલી પૂજાની ભલામણ તો જેમ અહિં દ્રૌપદીએ કરેલી ભગવાન્ જીનેશ્વરની પૂજા કે જે સમ્યક્ પૂજા છે તેમાં કરવામાં આવી છે, તેવીજ રીતે ઈન્દ્રાદિકોએ કરેલી ભગવાન્ જિનેશ્વરની પૂજામાં જ તેની ભલામણ કરવામાં આવી છે, એટલે તે દ્રૌપદીની પૂજામાં સૂર્યાભદેવની ભલામણ હોવાથી પણ તે સમ્યક્ત્વપૂજા જ છે અને સમ્યગ્દષ્ટિની જ કરેલી પૂજા છે એમ નક્કી થાય છે, છતાં પ્રતિમાનાલોપક એવા લુંપકોના સંતોષની ખાતર કદાચ એમ માની લેવામાં આવે કે દ્રૌપદી ભગવાન જિનેશ્વરની પૂજાની વખતે સમ્યક્ત્વવાળી નહોતી, તો પણ સજ્જન પુરૂષો તેવા વચનથી તો અત્યંત જિનેશ્વર ભગવાનની પૂજાનીજ કર્તવ્યતા ગણે કારણ, કે જે મનુષ્ય જે દેવ અગર મતને માનતો હોય તે દેવ અગર તે મતના અધિકારીના તરફ પૂજ્ય ભાવના તો પોતાની માન્યતા અગર આગ્રહથી રાખે, પરંતુ જે મનુષ્ય જે મતની માન્યતાવાળો ન હોય અગર વિરૂદ્ધ માન્યતાવાળો હોય એટલે યથાભદ્રકપણ ન હોય, પરંતુ મિથ્યાત્વી જ હોય, તો તેવો મનુષ્ય લોકોત્તર માર્ગના
તે
વર્ષ ૮ અંક-૧૨-૧૩