Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૩ : શ્રી સિદ્ધચક્ર]
દ્રવ્યના ભેદોમાં જ જ્ઞશરીર અને દ્રવ્યશરીર જેવા વિભાગો દાખલ કરવામાં આવેલા છે. આ હકીકત સમજવાથી એટલું નક્કી થશે કે ઉપયોગરૂપી ભાવઆગમનું કારણ જ્ઞાન અને શબ્દ છે માટે તેને દ્રવ્ય કહેવામાં આવે છે અને નોઆગમથી ઉપયોગ સહિત ક્રિયાનું કારણ શરીર વિગેરે હોવાથી તે શરીર વિગેરેને તો નોઆગમથકી દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે, એટલે સ્પષ્ટ થયું કે ભવ્યજીવોને દરકાર કરવા લાયક અને અપેક્ષા રાખવા લાયક એવી વસ્તુઓમાં દ્રવ્યશબ્દથી દ્રવ્યનિક્ષેપાની વખતે કારણ અર્થ લેવાની જરૂર પડે છે.
વર્ષ ૮ અંક-૧૨-૧૩
[એપ્રિલ ૧૯૪૦, સિધ્ધાદિક ચાર પરમેષ્ઠિમાં દ્રવ્યભાવપણું કેવી રીતે ?
પરંતુ જગતના જીવોની પરિણતિની વિચિત્રતા હોવાને લીધે તેમજ પદાર્થોની વિચિત્રતા હોવાને લીધે કેટલીક વખત વિદ્યમાનભાવનું ઉપાદાનકારણ પણ ન હોય, તેમજ ભૂત અને ભાવિ એવા કાળના ભાવનું ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ પણ ન હોય, છતાં જગતના હોય તે જીવો તેવી વસ્તુને સુજ્ઞપુરૂષો જે નામે ભાવને બોલાવતી નામે ઓળખાવવા તૈયાર થાય છે. દૃષ્ટાંત તરીકે જૈન
.
જનતામાં અત્યંત પ્રસિદ્ધ એવા આર્દ્રકનામગોત્રને વેદવાવાળા આર્દ્રકકુમારને આર્દ્રક તરીકે ઓળખવામાં આવે છે, તેવી જ રીતે કંદમૂળમાં ગણાતું અલ્લ અથવા શૃંગબેર શબ્દથી જે આદુ છે તે પણ સંસ્કૃતમાં આર્દ્ર તરીકે કહેવામાં આવે છે, વાચકવર્ગ સ્હેજે સમજી શકશે કે તે કંદમૂળ રૂપ આર્દ્રકને વાસ્તવિક ભાવરૂપ તે આર્દ્રકુમારની સાથે કોઈ પણ પ્રકારે ઉપાદાન કારણરૂપે કે નિમિત્ત કારણરૂપે સંબંધ નથી, એટલે આદુ એવો જે પદાર્થ તેને આર્દ્રકશબ્દથી જે બોલાવવામાં આવે તે દ્રવ્ય આર્દ્રક તરીકે તો કહેવું જ પડે. કેમકે જગતે તે દ્રવ્યને આર્દ્રક એટલે આદુ શબ્દથી જણાવેલું છે. અને વ્યવહારમાં પણ લીધેલું છે.
એવી જ રીતે સર્વકર્મના ક્ષયથી સિદ્ધિપદને પામવાવાળા વાસ્તવિક સિદ્ધો એટલે ભાવસિદ્ધોની અપેક્ષાએ શિલ્પસિદ્ધ-કર્મસિદ્ધ-યાત્રાસિદ્ધ-અર્થસિદ્ધ વગેરે સિદ્ધો કે જગતમાં સિદ્ધિવાળા ગણાઈને સિદ્ધ શબ્દથી બોલાવાય છે અને તેવો તેમનો વ્યવહાર પણ કરાય છે, છતાં તે શિલ્પાદિક વસ્તુઓમાં સિદ્ધિ મેળવીને મેળવાતું શિલ્પાદિસિદ્ધપણું કોઈ પણ પ્રકારે કર્મક્ષયથી સિદ્ધ થવારૂપ પારમાર્થિક સિદ્ધોની અપેક્ષાએ નથી તો ઉપાદાન કારણરૂપે, તેમ નથી તો નિમિત કારણરૂપે, છતાં તે શિલ્પાદિક સિદ્ધોને જે સિદ્ધપુરૂષ તરીકે ગણવામાં આવે છે તે પણ દ્રવ્યસિદ્ધ છે, એમ તો કહેવું પડે, એવી જ રીતે વાસ્તવિક આચાર્યપણું જેઓ જ્ઞાનાચારાદિક પાંચે આચારોને આચરવા પૂર્વક જગતમાં નિરૂપણ કરનારા અને રક્ષણ કરનારા તથા જગતને તે આચારના માર્ગમાં લાવવાવાળા તથા સ્થિર કરવાવાળા અને રક્ષણ કરવાવાળા હોય તે જ ગણાય
છે, છતાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કરાવનાર, તેમજ અને વળી બુદ્ધાદિકના નિરૂપણ કરેલા ઉન્માર્ગમાં ધનુર્વેદ, આયુર્વેદ અને કામશાસ્ત્ર આદિ શીખવનાર પ્રવર્ત્તવાવાળા અને પ્રવર્તાવવાવાળા વિગેરેને પણ જગતમાં આચાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને
તેજ ધનુર્વેદાદિક અપેક્ષાએ ગણાતા આચાર્યો ઉપર જણાવેલા જ્ઞાનાદિક પાંચ આચારની અપેક્ષાએ ભાવાચાર્યો છે તેમના અંગે તે ધનુર્વેદાદિ આચાર્યો નથી તો ઉપાદાન કારણરૂપ? તેમ નથી તો નિમિત્ત કારણરૂપ છતાં પણ તેઓ આચાર્ય તરીકે તો કહેવાય છે, માટે તેવા આચાર્યોને દ્રવ્યઆચાર્યોની કોટિમાં નાંખવા જ પડે, જેવી રીતે વાસ્તવિક સિદ્ધ અને આચાર્ય મહારાજ તથા અવાસ્તવિક સિદ્ધ અને
આચાર્યને અંગે ભાવ તથા દ્રવ્ય તરીકે વિભાગ