Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કરવા સંબંધી ટાઈમ માગ્યો જ હોવા છતાં, જવાબ આપ્યા વિના ગુપચૂપ અત્રેથી વિહાર કરી ગયેલ છે. સત્યના અર્થીઓએ આવો લજ્જાસ્પદ માર્ગ ગ્રહણ કરી મિથ્યાત્વ ફેલાવવું એ જરાય ઉચિત નથી. વીરશાસન તા. ૧-૩-૪૦માં તેના તરફથી જે જુઠું છપાયું છે તેનો ઉતારો લઈને અત્રે હેન્ડબીલ ફેલાવનારાઓ આચાર્ય વિજયસિદ્ધસૂરીજી શું કહે છે ? એમ કહીને જે વાત લખે છે તે તદન જુઠી જ છે. એ હેન્ડબીલમાં આ. વિજય સિંદ્ધિસૂરીજીનું એક પણ વાક્ય છે જ નહિં તેઓની એવી જ માન્યતા હોય તો પોતાના નામથી જ જાહેર કરે તેમ છે. તેઓ તો સાફ બોલે છે કે આરાધનામાં તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય જ નહિં. તા.ક. તિથિચર્ચા બાબત નિર્ણય કરવાને માટે અને બીરાજતાપૂ. આચાર્યદેવેશશ્રીને મેં અઠવાડિયા સુધીને માટે
ઉપર મુજબ વિનંતિ કરેલી તેનો પૂ. આચાર્યદેવેશે સત્યના સંરક્ષણ માટે સ્વીકાર કર્યો છે.
આ વખતે પણ તેવાઓએ પોતાની જુદી માન્યતાનુસાર મહા વદ ૦)) બે કરીને સકળ સંઘથી, વિરૂદ્ધ તેરસને ગુરૂવારે પાખી કરવાની હીલચાલ ઉઠાવી છે. આ વાત તદન જુદી જ છે. શાસ્ત્ર અને પરંપરાને માનનારા સકળ સંઘ મહાવદી)) એક જ રાખીને મહા વદી તેરસ જ બે કરે છે અને કરવાનો છે. આથી શુક્રવારે જ ચૌદશ અને શનિવારે જ અમાવાસ્યા છે. માર્ગથી વિરૂદ્ધ ગયેલી રામટોળી જ ગુરૂવારે ચૌદશ કરવાની છે અને તે તદન જુદું જ છે. તા. ૪-૩-૪૦
મુનિ હંસસાગર પાલીતાણા. આ. વિ. કનકસૂરીજીના નામે પણ માયાવી પ્રચાર.
છતાં પણ પાલીતાણામાં રહેલ તેમના એક સાધુએ આ. શ્રી કનકસૂરીજીના નામની સાથે આજ્ઞાધારીને સૂચન રૂપ ગુરૂવારે ચૌદશ આરાધવી એ પ્રકારના હેન્ડબીલો છપાવી શુક્રવારે ચૌદશ આરાધનારા આજ્ઞા બાહ્ય છે એવો ધ્વની કાઢ્યો તરત જ એ પત્રિકા મળતાં મુનિ. શ્રી હંસસાગરજીએ આ. વિજય કનકસૂરીજી ઉપર “આજે જ તિથિનો નિર્ણય કરવા હું આપની પાસે આવું છું' એવી ચીકી મોકલી, મળતાં જ તેઓશ્રીએ પોતાના શિષ્ય મુનિ કંચનવિજયજીને પન્નાલાલમાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની પાસે મોકલી જણાવ્યું કે એ હેન્ડબીલ અમને પૂછયા વગર છપાવ્યું છે ! અમારે આપની સામે ચર્ચા કરવાની હોય જ શાની? છતાં ખાત્રી માટે ત્યાં જઈ મુનિશ્રી હંસસાગરજીએ નિષ્કર્ષ