Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૧ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૨-૧૩
એપ્રિલ ૧૯૪૦,
,
,
,
,
,
,
,
,
,
.
.
.
.
.
.
,
,
,
બાકી છે
. . તો તમે
(અનુસંધાન પાનું ૨૭રનું ચાલુ) પૂનમની આરાધનાને સમાવનારો એક વર્ગ છે કે જેને પૂનમતિથિનો ક્ષય માનવાનો ભય રહેતો નથી, જ્યારે તેમાં બીજો વર્ગ એવો છે કે પૂનમની આરાધના પૂનમનો ક્ષય હોય ત્યારે તેરસને દિવસે કરવી એમ કહે છે, અર્થાત્ તે વર્ગને ચૌદશ કરતાં પણ પુનમ હેલી માનવી છે, પરંતુ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાને તો પૂનમનો ક્ષય માનવાની જરૂર પડતી નથી, તેમ ચૌદશ કરતાં પૂનમને પહેલી માનવા જેવો અન્યાયી માર્ગ પણ લેવો પડતો નથી."
૫ શાસ્ત્રીય પુરાવાની જે ચોપડી છપાયેલી છે, તેમાં અનેક પાઠો સ્પષ્ટપણે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય કરવો એમ ફરમાવે છે. (નવા વર્ગવાળા તે લેખોને જતીનાં લખેલાં પાનાં જણાવે છે, પરંતુ મહારાજ સત્યવિજયજીએ ક્રિયા ઉદ્ધાર કર્યો એની પહેલાંના પાઠો છે અને તે વખતે સંવેગી અને જતી એવો વિભાગ જ નહોતો માટે નવા વર્ગને શાસ્ત્રો પણ પરંપરા ઉઠાવવાની સાથે ઉઠાવવાં છે, તેથીજ એમ બોલે છે.)
૬ ૧૯૯૧થી નવો વર્ગ જુદો પડ્યો તેની પહેલાં સર્વશાસન અને પરંપરાને અનુસરનારા તથા તેને લોપવા તૈયાર થયેલા એ બધા પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય કરતા જ હતા, શાસન વિરોધી વર્ગ બહુશ્રુત અને બહુસંમત હોય, તો પોતાની વધારે દુર્ગતિ કરે, તેમ આ નવો વર્ગ પૂનમ અમાવાસ્યાનો ક્ષય છે પણ ચૌદશ તો ઉદયવાળી છે તેને કેમ ખસેડાય? એવો કુતર્ક કરે છે, પરંતુ જો શ્રીહરસૂરીશ્વરજીનો ત્રયોદશીવતુર્વ એવો પૂનમના ક્ષયની વખતને માટે પાઠ છે તે વિચારાશે તો નવો વર્ગ પણ ઉદયનો આગ્રહ છોડી સત્ય માર્ગ મેળવી શકશે (ઉદયના નામે પર્વતિથિનો ક્ષય માનવો એ કેવલ મતની નવીન જ કલ્પના છે તેમના મતે તો શ્રીહરસૂરીજી અને તે પછીના અત્યાર સુધીના થયેલા સર્વ મહાપુરૂષો ઉદયને સમજતા જ નહિ હોય શાસન અને પરંપરાથી વિરૂદ્ધ એવું જુઠું પકડનાર મનુષ્ય જ્યારે શાસન અને પરંપરાને અનુસરનારા પુરૂષોની વગર ભૂલે ભૂલ કહેવા બેસે ત્યારે તો શાસન પ્રેમીઓને કેટલું આશ્ચર્ય થાય? એક પણ પુરાવો કે મુદો નવા વર્ગ તરફથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનો ક્ષય ન થાય તેવું જણાવનારો આપવામાં આવ્યો નથી.”
૭ પૂર્વ તિથિ: વેર્યા એ વાક્યા જો માન્ય હોય તો તે વાક્ય જ વિધિ દેખાડનાર હોઈને અપ્રાપ્ત સપ્તમીમાં અષ્ટમીને કરનારું છે આરાધનાને માટે એ વિધિ વાક્ય બને નહિ કેમકે અનુદય અષ્ટમી અને તેને અંગે આરાધના તો સિદ્ધ જ હતી, વળી તેમાં તિથિ શબ્દ ચોઓ વિધિને માટે છે અને આરાધના શબ્દ નથી, માટે તે વાક્ય આરાધનામાં જોડવું તે નવા મતની નવી કલ્પના સિવાય બીજું કંઈ જ નથી.
(એવી જ રીતે વૃદ્ધિ માટે નવા મતનો માર્ગ પણ જુઠો જ છે તે સમજી લેવું.)