Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉપાટ જંબુવિજયજીએ પણ ફેલાવેલ ભ્રમનો ફુટેલો ભેદ -
જો કે કલ્યાણવિજયજી તો તત્ત્વતરંગિણીને પ્રમાણિક તરીકે લેખતા નહોતા, છતાં તેમના જ પક્ષકારે આ ચર્ચામાં અમારા મંતવ્ય અનુસાર આ ગ્રંથ ઉપયોગી જ છે એવું પણ લખી તેનો જુઠો જ અનુવાદ કરવા માંડ્યો, વીરશાસન પત્રમાં તે ગુખનામે જાહેર થતાં એ અનુવાદ જુકો જ છે એમ શ્રી સિદ્ધચક્રમાં વારંવાર જાહેર જણાવ્યું જ છે. છતાં તે ચોપડીરૂપે પણ ઉપા. જંબુવિજયજીના નામે બહાર પડ્યો, એ અનુવાદક “મળે ત્યારે વાત એમ ધારી રાખતાં દૈવયોગે સં. ૧૯૯૫માં પાલીતાણા મહા માસમાં આવવા તેમને ફરજ પડી. આ વખતે એમના જુઠાણાને સાબીત કરવાનો અપૂર્વ અવસર છતાં પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. ની આંખો મોતીયો પાકી જવાથી અને તેની મુદત પણ વધી જવાથી મહા વદી તેરસે ઓપરેશન કરાવ્યું, ત્રણ માસ પર્યત લખવા વાંચવાનું ઓછું રાખવું તેમાંય એક માસ તો તદન કામ ન કરવાની ડૉકટરની સૂચના માન્ય રાખવી જ પડી, તેમાં પણ ફાગણ વદી તેરસે તો અમદાવાદ તરફ ધર્મશ્રાદ્ધ શેઠ મોહનલાલ છોટાલાલને ત્યાં ઉઘાપન પ્રસંગે જવાનું થયું, આંખે તો પ્રવેશ વખતે પણ લીલો પાટો જ બાંધેલો અમદાવાદની પણ જનતાએ જોયો જ હોવા છતાં પાલીતાણા રહેલ શ્રીજંબુવિજયજીએ પાછળથી એવો જુઠો પ્રચાર કર્યો કે “તેઓ (પૂ૦ સાગરાનંદનસૂરીશ્વરજી મહારાજ) જો તિથિચર્ચામાં સાચા જ હતા તો હું અહિં છતાં ચર્ચા કર્યા વિના અમદાવાદ કેમ ચાલ્યા ગયા ? હું તો તૈયાર જ હતો” વાહ ! પ્રચાર! ભાવિ આગળ સમજાશે !! પણ અહિં એમને પૂછીએ કે ભાઈ દૂર બેઠાં ચેલેંજો ઉછાળનાર તમે પાલીતાણે મળ્યા છતાં મૌન જ કેમ ? જો કે પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તો ઉજમણું પત્યા બાદ તરત જ આ પ્રસંગ માટે જ પાલીતાણા પાછા પધારવાના હતા, અને એ અમદાવાદની જનતા પણ જાણે જ છે અને એથી જ પ્રથમ તો અમદાવાદની (ચાતુર્માસની) વિનંતિ સ્વીકારાઈ જ નહોતી, છતાં ખાસ કારણથી ત્યાં જ ચાતુર્માસ કરવું પડ્યું છે, એ પણ ત્યાંની જનતાને સુવિદિત છે, જો કે અમદાવાદ ચાતુર્માસમાં પણ એ પક્ષવાળાને બબ્બે વખત જાહેરમાં અને અનેક વખત ગુપ્ત સૂચનો ચર્ચા માટે કરેલ છતાં ત્યાંથી તો કોઈપણ તિથિચર્ચા માટે તૈયાર ન જ થયું, તે ન જ થયું, ચાતુર્માસ ઉતર્યો તો તૂર્ત જ કપડવંજ તરફ જઈ અમદાવાદ આવી પાલીતાણા તરફ વિહાર કરી પણ દીધો હતો. આ પ્રસંગથી તે જ વખતે પાછળથી તૈયાર થનાર ઉપા. જંબુવિજયજીએ પોતાના વિહારની જ વાત પાલીતાણામાં ફેલાવી દીધી. કેટલો દંભ ? આમ છતાં પણ