Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૯ ઃ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
પરોપકારિતાદિ ગુણો હોય એ વાતની સિદ્ધિને માટે નીચે પ્રમાણે વિચાર કરવાની
જરૂર છે. ૧ પરોપકારિતા ૧ ભગવાન્ મહાવીર
મહારાજના જીવને સામાન્ય સમ્યકત્વ થઈ ગયા પછી મરીચિના ભવમાં જે કપિલને માર્ગ બહારની દેશના આપી છે તે શું પ્રશ્નકાર પરની અપકારિતા ન ગણતાં પરોપકારિતા ગણે છે? ભગવાન્ મહાવીર મહારાજના જીવે વિશાખાભૂતિ (વાસુદેવના ભવની પહેલાં)ના ભવમાં ગાયને શીંગડામાંથી પકડીને વીંઝી તેને પરની અપકારિતા ન ગણતાં શું પરનો ઉપકાર ગણે છે ? વિશાખાભૂતિના ભવમાં વાસુદેવપણાનું નિયાણું કરીને વાસુદેવ થયા તે વાસુદેવપણામાં અશ્વગ્રીવના દૂતને લુંટ્યો તે શું પરોપકાર ગણાય ? વાસુદેવના ભવમાં સિંહને વિદાર્થો (ફાડ્યો) તે શું પરોપકાર ગણાય ? વાસુદેવના ભવમાં અધ્યાપાલકના કાનમાં તપાવેલ સીસું રેડ્યું અને જેનાથી તે શધ્યાપાલક મરી ગયો. તો તે શું પરોપકાર ગણાય ?
ઉપર જણાવેલી હકીકત વિચારનાર મનુષ્ય જો સુજ્ઞ હશે તો કદાપિ એમ માનવાને તૈયાર નહિં થાય કે ભગવાન્ તીર્થકરના જીવો અનાદિકાળથી તો શું પરંતુ સામાન્ય સમ્યકત્વ પામ્યા પછી પણ સતત
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, પરોપકારવૃત્તિવાળા જ હોય એવું માની શકાય. એવી જ રીતે કૃષ્ણમહારાજા કે જેઓ ભવિષ્યમાં તીર્થકર થવાના જ છે તેઓ વાસુદેવપણાના પાછળના ભાવમાં સંશિપંચેન્દ્રિય જીવ ઉપર ગાડું વહેવડાવનારા થયા અને તે પંચેન્દ્રિયની હત્યા કરનારા થયા એ વાત જાણનારો મનુષ્ય કઈ રીતે ભગવાન તીર્થકરને અનાદિકાળથી પરોપકારપણું માનવા તૈયાર થાય. આટલા જ માટે પૂર્વે જણાવેલા શ્રી પંચાશક, શ્રી પંચવસ્તુ, શ્રી યોગબિન્દુ અને શ્રી અષ્ટકજી વિગેરેનાં વચનોથી વરબોધિ પછી જ સતત પરોપકારીપણું ભગવાન્ જીનેશ્વરોનું માનવું વ્યાજબી છે એમ માન્યા વિના સુજ્ઞ મનુષ્ય રહી શકશે નહિં. પોતાના સ્વાર્થને ગૌણ કરનાર ૧ ભગવાન્ મહાવીર મહારાજનો જીવ નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યો છે એ વાત તો પ્રસિદ્ધ જ છે, એટલે આગળ કહેવામાં આવશે એ હકીકત સમ્યકત્વ પામ્યા પછી બનેલી છે એ ચોકખું છે, છતાં જેઓ ભગવાન્ જીનેશ્વરોના જીવમાં અનાદિ કાળથી પોતાના સ્વાર્થને ગૌણ કરવાનું માનતા હોય તેઓએ વિચારવું જોઈએ કે મરીચિના ભવમાં ભગવાન્ મહાવીર મહારાજે પોતાનું વૈયાવચ્ચ કરવા માટે જ કપિલને ખોટે માર્ગે દોર્યો હતો, તો શું ભગવાન્ મહાવીર મહારાજના જીવનું સ્વાર્થને ગૌણ કરવાપણું રહ્યું ખરું ? ૨ વિશાખભૂતિના ભવમાં વિશાખનંદિને