Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૯ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
સિદ્ધિ જણાવી પ્રકારાંતરે સર્વને સરખા માનનારા વાદિનું ખંડન કર્યું. એ જ વાત વ્યતિરેકદ્રારાએ જણાવતાં કહે છે કે જગતના સર્વ જીવો એટલે ભગવાન્ જીનેશ્વર મહારાજથી જગતના બીજા બધા જીવો આવા પરોપકારિતાદિ ગુણવાળા છે નહિ એટલે તે જગતના બીજા જીવોમાં યોગ્યતા હતી જ નહિં કેમકે યોગ્યતા હોત તો જરૂર પરોપકારિતાદિરૂપ કાર્ય થાત. કદાચ એમ કહેવામાં આવે કે સર્વે જીવો પરોપકારિતાદિ ગુણોવાળા છે. તેને માટે કહે છે કે ઘુડુ એટલે ભગવાન્ જીનેશ્વર મહારાજ સિવાયના જીવોમાં વ્યત્યય- એટલે પરોપકારિતાદિ ગુણોથી વિપરીત ચિન્હો દેખાય છે. એટલે તો ખુડુડકો તેવી યોગ્યતા હતી જ નહિં અને જો હોત તો પરોપકારાદિગુણો કરતાં વિપરીત ગુણો ઉત્પન્ન થાત જ નહિં અને જો સર્વ જીવોમાં પરોપકારિતાદિગુણો હોય અને કોઈપણ જીવમાં પરોપકારિતાદિગુણનો અભાવ ન હોય તો જગતમાં વૃદુ એટલે તીર્થકર સિવાયના જીવ હોત જ નહિં. આ જગા પર પરોપકારિતાદિ ગુણદ્વારાએ ઉત્તમપણું સિદ્ધ કર્યું અને તે પરોપકારિતાદિગુણો તો સમ્યકત્વવાળી દશામાં પણ નિયમિતપણે ન હોય તો પણ તીર્થકરપણાના કારણભૂત વરબોધિલાભ થયા પછી તે ગુણોની સંપત્તિ જરૂર હોય છે માટે શંકાકાર એમ ધારે કે તીર્થકરપણું પ્રાપ્ત કરાવનાર વરબોધિલાભ થયા પછી પરોપકારિતાદિગુણો તીર્થકરોમાં આવે છે તેથી તે આવ્યા પછી બીજા જીવો કરતાં ભગવાન્ તીર્થકરના જીવો ભલે ઉત્તમ થાઓ, પરંતુ અનાદિકાળથી બીજા જીવો કરતાં તીર્થકરમાં વિશેષતા માનવી તે કેમ બની શકે ? આવી વાદીના મનમાં રહેલી
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, શંકાના સમાધાનમાં ભગવાન્ હરિભદ્રસૂરીજીએ જણાવ્યું છે કે જેમ અશુદ્ધ એવું પણ ઉત્તમ રત્ન તે હીનરત્નની સરખું હોતું જ નથી, તેવી જ રીતે અજાત્ય એટલે હીન એવું રત્ન તે જાય એટલે ઉત્તમરનની સરખું હોતું નથી. એટલે જેમ શુદ્ધરત્નમાં દીપ્તિ વિગેરે ગુણો હોય છે, તેમ વરબોધિ લાભવાળા જીવોમાં પરોપકારિતાદિગુણો હોય છે, પરંતુ ઉત્તમ રન પણ જ્યારે મલિન હોય છે ત્યારે તેમાં કાન્તિ આદિક ગુણો નથી હોતા તો પણ તે રત્ન ઉત્તમમાં જ ગણાય છે કારણકે તેમાં જ કાત્તિ આદિકનો પ્રાદુર્ભાવ થવાનો છે, તેવી જ રીતે જે જીવોમાં સહજ તથા ભવ્યત્યાદિ યોગ્યતા હોય છે તે જ જીવોમાં પરોપકારિતાદિગુણો પ્રગટ થાય છે, તો જેમ ઉત્તમ રત્ન મેલું છતાં પણ હનરત્ન કરતાં પણ યોગ્યતાએ ઉત્તમ છે અને તેવી ઉત્તમતા હીનરત્નમાં હોતી જ નથી અને એવી જ રીતે વરબોધિ સિવાયના તીર્થકરોના જીવોમાં જે યોગ્યતા રહેલી છે તે યોગ્યતા બીજા ખુટ્ટકોમાં હોય જ નહિં (ધ્યાન રાખવાની જરૂર છે કે અશુદ્ધ ઉત્તમ રત્ન તે માત્ર હીનરત્નથી જ અહિં સરખામણી કરાઈ છે હીનરત્નને શુદ્ધ અશુદ્ધપણાનું વિશેષણ કે તેવા વિશેષણ યુક્તની સરખાવટ કે હીનોત્તમતા જણાવવામાં આવી નથી. એટલે ઉત્તમરત્નને માટે શુદ્ધાશુદ્ધદશાની વિવક્ષા કરવામાં આવી છે અને તેથી ભગવાન્ જીને શ્વરોની વરબોધિલાભવાળી પરોપકારિતાદિગુણોવાળી દશાને શુદ્ધ દશારૂપે અને વરબોધિલાભ કે પરોપકારિતાદિએ રહિત એવી દશાને અશુદ્ધદશા તરીકે સૂચવવામાં આવી છે, જો અનાદિ નિગોદકાળથી પરોપકારિતાદિ ગુણવાળા