Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૧ : શ્રી સિદ્ધચક]. વર્ષ ૮ અંક-૯ ... [૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦,
સમાલોચના
૧ શ્રી સિદ્ધચક્રના તંત્રીએ રામવિજયજીને છાપાદ્વારાએ ખુલાસો કરવાનું જણાવ્યું હતું તે
તેઓ ભૂલી ગયા. ૨ મુંબઇથી સહસ્થોને અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે સૂરીશ્વરજી પાસે એવી શરતે
મોકલ્યા હતા કે તેઓ કહેશે તેમ કરીશ, છતાં તેઓ રવિવારની સંવચ્છરીના સમાચાર
લાવ્યા ત્યારે પણ રામવિજયજીએ તે કબુલ ન કર્યા. ૩ વ્યાખ્યાનમાં રવિવારની સંવચ્છરીના હિસાબે પચ્ચક્માણ કરાવ્યાં હતાં, છતાં બીજે
જ દિવસે અગમ્ય કારણથી રામવિજયજીનું ચક્ર ફર્યું હતું. ૪ મુંબઇથી થોડે જ દુર વિહાર કરીને ગયા ત્યારે શ્રીરામવિજયજીને સદ્ગુહસ્થોએ
ગુજરાતમાં આવી સંવચ્છરીનું સમાધાન કરવા સૂચવ્યું હતું, છતાં તેની ગણત્રી કર્યા વિના એ રામવિજયજી દક્ષિણ તરફ વધ્યા હતા. સંવચ્છરીના શાસ્ત્રાર્થ માટે ખંભાત સ્થાન નિર્મિત થયા છતાં પણ પોતે ખંભાત નહિં આવવાને માટે જાહેરપણે શેઠજીવાભાઈને જણાવ્યું હતું અને જીવાભાઈએ તે વાત સ્પષ્ટપણે પણ કાગળમાં લખેલી જ છે. અમદાવાદ વિગેરે સ્થાનોના સગૃહસ્થો મુંબઈથી પુને શ્રીરામવિજયજીને શાસ્ત્રાર્થ કરવા માટે આવવાનું નિમંત્રણ દેવા ગયા હતા, છતાં તેઓને આવવા માટે ચોખ્ખી ના કહી હતી તે હકીકત શેઠ પ્રતાપભાઈના છપાયેલા નિવેદનને વાંચનારાઓથી અજાણી નથી. જામનગરથી વિહાર કરીને આચાર્ય મહારાજાદિક મોટો સાધુનો સમુદાય વણથલી સુધી આવ્યો હતો, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ કોઈપણ સાધુનો નિર્દેશ રામટોળી તરફથી આવવાનો ન કર્યો અને શાસ્ત્રાર્થ કરવાનું રામટોળી તરફથી બંધ થયું ત્યારે જ વણથલીથી આચાર્ય મહારાજાદિકને જામનગર પાછા જવાનું થયું છે. રામટોળીમાંથી કોઈની પણ ઈચ્છા જો, પોતે લીધેલા શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ અને જુઠ્ઠા માર્ગને મધ્યસ્થ દ્રષ્ટિથી સમજવાની હોત તો જુઠું પ્રચારકાર્ય કરવા કરતાં સત્યના