Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૯ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૦
સાગર
SN
પ્રશ્ન ૨૯ મનઃપર્યવજ્ઞાની મનુષ્યક્ષેત્રવર્તી સંશિના મનપણે પરિણામ પામેલા અગર તો પામતા મનોગત ભાવ જાણે તો પછી કાળથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ભૂત અને ભવિષ્ય જાણે એમ કહ્યું તો ભવિષ્યકાળની મનોગત વર્ગણાઓ જે મનપણે પરિણમાવી નથી તે શી રીતે જાણી શકે ? અને વિશેષાવશ્યકમાં મન્નિઘ્નમાળાડું એ પદથી ચિંતવાતા એમ કહ્યું હોવાથી ભૂતભવિષ્યકાળના પણ શી રીતે પલ્યના અસંખ્યાતમા ભાગ સુધીના ચિંતવાતા ગણી શકે ?
સમાધાન
સમાધાન - ભૂતકાળમાં તેટલા કાળ સુધી અને ભવિષ્યકાળમાં પણ તેટલા કાળ સુધી પરિણામ પામવાવાળાને દેખી શકે (જેમ અમુક મનુષ્ય ભૂતકાળમાં આવી રીતે મનના પુદ્ગલો લઈને પરિણમાવી ગયો છે અને ભવિષ્યકાળમાં આવી રીતે મનના પુદ્ગલો પરિણમાવશે. એટલે ગતકાળનું વર્તમાનપણું અને ભવિષ્યકાળનું પણ વર્તમાનપણું જાણવાથી મન:પર્યવવાળાને અતીત અનાગત જાણવાની અને ચિંતવાતાની અડચણ નહિ રહે.) કદાચ એમ માની લઈએ કે છુટા પડેલા મનના પુદ્ગલોને
[૯ માર્ચ ૧૯૪૦,
પરિણમાવવાનો થયેલો પર્યાય તે મન:પર્યવજ્ઞાની જાણે તો તે અનુકૂલ આવે એમ નથી. કારણ કે મનના પુદ્ગલની અપેક્ષાએ પણ અતીત અનાગતપણું થઈ જાય . એટલે મન્યમાનપણું ન રહે. વળી મનના પુદ્ગલોનુંમનપણે પરિણમન અંતર્મુહૂર્તથી વધારે વખત રહેતું નથી કે જેથી એક જ જીવના મનપણે ગ્રહણ કરીને મનાતા પુદ્ગલોનું તેટલી સ્થિતિ સુધીનું વર્તમાનપણું જાણવાનું બની શકે એમ માની શકાય. પ્રશ્ન- ૩૦ વ્યતિરિક્તદ્રવ્ય નંદિનિક્ષેપામાં બાર પ્રકારનો સૂર્ય સમુદાય લેવો એમ કહ્યું તો હાલમાં નીકળેલા વાજીંત્રો તેને દ્રવ્યનંદી ગણી શકાય કે ? અથવા તે તેની અંતર્ગત થઈ જતા હશે ? બાર એવી સંખ્યા નિયત કરી માટે શંકા થાય છે કે સામાન્ય સૂર્ય શબ્દ કહ્યો હોય તો આધુનિકકાલના પણ નંદીમાં ગણી શકાય.
સમાધાન પ્રાચીનકાળમાં પણ વાજીંત્રો અનેક પ્રકારનાં હતાં, છતાં લોક વ્યવહારથી બાર પ્રકારનાં તે વાજીંત્રોને દ્રવ્યનંદી કહેવામાં આવી છે. વર્તમાનકાળમાં પણ તાસાંની જગાએ નગારીઓ કે જાલરની જગા પર નગારા વગાડાતાં નથી.
-