Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૭ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
પ્રથાના પુરુષોત્તમ, તથાદિ-મામેતે परार्थव्यसनिन उपसर्जनीकृतस्वार्था उचितक्रियावन्तः अदीनभावाः सफलारम्भिणः अद्दढानुशयाः कृतज्ञतापतयः अनुपहतचित्ता देवगुरुबहुमानिनस्तथा गम्भीराशया इति, न सर्व एव एवंविधाः, खुडुङ्कानां व्यत्ययोपलब्धेः, अन्यथा खुडुङ्काभाव इति। नाशुद्धमपि जात्यरत्नं समानमजात्य-रत्नेन, न चेतरदितरेण, तथा संस्कारयोगे सत्युत्तरकालमपि तद्भदोपपत्तेः, न हि काचः पद्मरागी भवति, जात्यनुच्छेदेन गुणप्रकर्षाभावाद्, इत्थं चैतदेवं प्रत्येकबुद्धा-दिवचनप्रामाण्यात्, तद्भेदानुपपत्तेः, न तुल्यभाजनतायां तद्भेदो न्याय्य इति, આ પ્રકરણની પૂર્વે આચાર્ય ભગવંત હરિભદ્રસૂરીજીએ નમસ્થvi સૂત્રના સ્વયંસવુદ્ધ0 પદ સુધીની વ્યાખ્યા કરીને ભગવાન્ જીનેશ્વરોની સ્તુતિ જણાવી તે પછી વાદિ શંકા કરે છે આ તીર્થકર થનારા જીવો પણ પૂર્વકાળમાં કંઈ ઉત્તમ ગુણવાળા હોતા નથી એટલે બીજા તીર્થકર સિવાયના જીવો કરતાં કંઈક વિશેષ ગુણવાળા હોતા નથી. કેમકે તે શંકાકારનું કહેવું એવું છે કે ભગવાન્ તીર્થકર થનાર જીવો પણ તીર્થંકરપણાના ભવ સિવાયના ભવોમાં સામાન્ય ગુણવાળા જ હોય છે અને જગતમાં સર્વ જીવો તે તીર્થંકર મહારાજના જીવની માફક સામાન્ય ગુણવાળા હોય છે અને તીર્થકરના જીવો પણ સર્વ જીવોની માફક પહેલાં તો સામાન્ય ગુણવાળા જ હોય છે, આવું માનવાને લીધે જ તે મતવાળાઓને “સર્વસત્ત્વવંમવિવાદ્રિ'કહેવાય છે તેઓનું માનવું છે કે જગતના
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, કોઈ પણ જીવ તીર્થંકર આદિ કોઈ પણ પદ અગર લાયકાતની પ્રાપ્તિની યોગ્યતાવાળા જ છે. એવા વાદિના મતનું ખંડન કરવાની ઈચ્છાએ ભગવાન્ ગણધર મહારાજે પુરિસુત્તમા એ પદ કહેલું છે એમ જણાવીને ભગવાન્ હરિભદ્રસૂરીજી તે પદની વ્યાખ્યા કરતાં કહે છે. કે જો કે પુરૂષ શબ્દ જગતમાં કેટલીક વખતે પુરૂષદવાળા જીવોને બતલાવવા વપરાય છે, કેટલીક વખત પુરૂષાર્થ જેવા શબ્દોમાં ઈષ્ટ સિદ્ધિને માટે ઉદ્યમવાળા પુરૂષો એટલે જીવો માત્રને અંગે વપરાય છે, એવી રીતે અનેક પ્રકારે પુરૂષ શબ્દ વપરાતો હોવાથી અહિં પુરૂષ શબ્દ જીવ માત્રના અર્થમાં કેવી રીતે લેવો તે જણાવે છે. શરીરનું નામ પુસ્ તરીકે ગણીને કહે છે કે પુર- એટલે શરીરને વિષે શક્તિ - એટલે રહે તે પુરૂષ કહેવાય, એટલે શરીરમાં રહેવાવાળા જે જે હોય તે તે બધા પુરૂષો કહેવાય અને તેથી અહિં પુરૂષ શબ્દથી સર્વસત્ત્વો એટલે સર્વ જીવો જ લેવા એમ સ્પષ્ટ કરે છે. તે પુરૂષો એટલે સર્વ જીવોમાં ભગવાન્ જીનેશ્વર મહારાજના જીવો ઉત્તમ છે, ભગવાન્ જીનેશ્વર મહારાજના ભવમાં અન્ય જીવો કરતાં તેઓની ઉત્તમતા માનવામાં કોઈને અડચણ પણ નથી અને તે ભવની ઉત્તમતા સાબીત કરવાનું આ પ્રકરણ પણ નથી. આ પ્રકરણ યોગ્યતા એટલે પૂર્વકાળની સ્થિતિ સાબીત કરવાનું હોવાથી ભગવાન્ હરિભદ્રસૂરીજી જણાવે છે કે સદગતિથીભવ્યત્વાદ્વિમાવતિ એટલે સ્વાભાવિક એવા તથાભવ્યત્યાદિના સ્વભાવથી જ ભગવાન્ તીર્થકરના જીવો જ સર્વકાળે ઉત્તમ હોય છે. આ સ્થાને વિચારવાનું જરૂરી છે કે તથાભવ્યત્વનો સ્વભાવ ભગવાન્ જીનેશ્વર