Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૪ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-પ-૬
[૯ જાન્યુઆરી ૧૯૪૦,
શાસનપ્રેમી શ્રીચતુર્વિધ સંઘની અગમચેતી
=
શાસનપ્રેમી શ્રીચતુર્વિધ સંઘ જૈનયુવક મંડળોની શરૂઆત કે સ્થાપના થઈ ત્યારથી જે કહેતો આવ્યો છે કે આ મંડળ અને આ સંઘ કોમ કે ધર્મનું કંઈપણ શ્રેય કરવા સ્થાપિત થયેલો નથી. માત્ર એ તો શ્રમણસંઘ કે જે શાસનના મૂલરૂપ છે અને જેને આધારે શાસન પ્રવર્તે છે અને જેની હયાતિની સાથે શાસનની હયાતિ છે તેના વ્યુચ્છેદને માટે અને તેની સંસ્કૃતિને રોકવા માટે તેમ તેના ઉદયનો નાશ કરવા માટે આ યુવક સંઘ અને યુવક મંડળની શરૂઆત તથા સ્થાપના છે. તે વખતે કેટલાક યુવકો પ્રચ્છન્નપણે શાસોચ્છેદક છતાં લોકોને ભમાવવા અને ભોળવવા માટે એમ જણાવતા હતા કે અમે તો માત્ર અયોગ્ય દીક્ષાના જ વિરોધી છીએ, પરંતુ યોગ્ય દીક્ષાને તો અમો માનનાર હોઈ યોગ્ય દીક્ષાના વિરોધી નથી, પરંતુ હવે તેઓનો ખુલ્લો એકરાર બહાર પડ્યો છે કે જે એકરાર શાસનપ્રેમી ચતુર્વિધ સંઘની મૂલ માન્યતાને સત્ય તરીકે સાબીત કરે છે. તા. ૧૫-૧૨-૩૯ના પ્રબુદ્ધજૈનમાં તેઓ આ પ્રમાણે જણાવે છે.
છે
0
T
એક પણ સાધુ કે સાધ્વી છૂપી રીતે કે જાહેર રીતે કોઈ પણ છોકરા કે છોકરીને દીક્ષા આપવાની હિંમત ન કરે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી તે આપણું પરમ કર્તવ્ય છે.
છે
=
આ ઉપરથી જેઓ તેવા સંઘ કે મંડળના મેમ્બરો થાય કે તેનું પોષણ કરે અગર કોઈ પણ રીતે તેને ઉત્તેજન આપે તે શાસનદ્રોહી કે શાસન ઉચ્છેદકોના કોટીમાં કેવી રીતે ભળે છે તે સ્પષ્ટપણે સમજાશે. કેમકે ઉપરના તેઓના વાક્યોમાં દીક્ષામાત્રને રોકવાનું ધ્યેય સ્પષ્ટ થાય છે.