Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૭: શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-પ-૬
[૯ જાન્યુઆરી ૧૯૪૦,
T
(અનુસંધાન પાના ૧૨૮ નું ચાલુ) ૧ કર્મભૂમિઓમાં જ આર્યાનાર્ય વિભાગ અને અંતરદ્વીપમાં આર્યઅનાર્ય વિભાગો નથી ? છે એમ કેમ કહી શકાય? આવા કથનના સમાધાનમાં સમજવું જરૂરી છે કે શ્રી પ્રજ્ઞાપના : વિગેરે સૂત્રકારો જ્યારે મનુષ્યના સ્વતંત્રપણે કર્મભૂમિ - અકર્મભૂમિ અને અંતરદ્વીપજ છે, એમ કહી ત્રણ ભેદો પાડે છે, ત્યારે જ તત્ત્વાર્થકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચકજી મરતૈરવતવિહાર મૂમયોપચત્ર દેવરૂત્તરબુચ્ચઃ અર્થાત્ દેવકુરૂ અને ઉત્તર છે કુરૂ સિવાયના ભરત, ઐરાવત અને વિદેહો એટલે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ , મહાવિદેહ જ કર્મભૂમિ છે. એમ જણાવી ક્ષેત્ર અને મનુષ્યના માત્ર કર્મભૂમિ અને તે અકર્મભૂમિ અગર કર્મભૂમિ અને અકર્મભૂમિ એમ બે વિભાગ જ જણાવે છે. આવી જ
રીતે બે જ વિભાગો જણાવેલા હોવાથી ભારત અને ઐરાવત ક્ષેત્રની મર્યાદામાં આવતા - સમુદ્રમાં રહેલા અંતરદ્વીપો જે જે છે તે તે ભરત-ઐરાવતને લીધે કર્મભૂમિ તરીકે ન આ ગણાઈ જાય તે અપેક્ષાએ ભાષ્યકાર મહારાજને છપ્પન અંતરદ્વીપોને અનાર્ય તરીકે
જણાવવાની જરૂર પડી છે. જો એમ ન હોય તો છપ્પન અંતરદ્વીપો અને તેમાં રહેલા
મનુષ્યોને અનાર્ય ગણાવવાની માફક-હૈમવત આદિ યુગલિક ક્ષેત્રોને પણ ભાષ્યકાર મહારાજ : અનાર્યક્ષેત્ર તરીકે ગણી તેમાંના પણ મનુષ્યોને અનાર્ય તરીકે જ ગણાવત. તત્ત્વદૃષ્ટિથી , જ વિચારનારો મનુષ્ય સ્પષ્ટ પને જોઈ શકશે કે ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજીએ જો
* બધા કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપના ક્ષેત્રોનો અને તેમાં રહેલા મનુષ્યોનો આર્ય ' અને અનાર્ય તરીકેનો વિભાગ કરવા માગ્યો હોત તો પ્રામાનુષોત્તરીનનુષ્ય: અર્થાત્, : માનુષોત્તર પર્વતની અંદર જ મનુષ્યો છે, એવી રીતે મનુષ્યની સ્થિતિ બતાવનારૂં સૂત્ર : ' કહીને તરત જ માર્યા ત્નિશ એ સૂત્ર કહી મનુષ્યમાત્રના અને બધા ક્ષેત્રોના આર્ય : અનાર્ય તરીકે બે વિભાગ જણાવત, પરંતુ તેમ નહિ કરતાં મર્તરાવવા
મૂમયોડચત્ર દેવર ખ્યઃ એ સૂત્રથી કર્મભૂમિ અને અકર્મભૂમિનો વિભાગ કર્યા પછી માર્યા ક્નિશ એમ કહી આર્ય અને અનાર્યનો વિભાગ કર્યો છે, તેથી - સ્પષ્ટ ધ્વનિત થાય છે કે ભગવાન્ ઉમાસ્વાતિવાચકજી માત્ર કર્મભૂમિમાં જ તાત્વિક આર્ય, અનાર્ય વિભાગ માને છે, વળી ભગવાન્ ઉમાસ્વાતિવાચકજી અકર્મભૂમિ વિધાયક સૂત્ર ન કરતાં કર્મભૂમિનું વિધાયક સૂત્ર કરે છે અને પછી આર્ય અને અનાર્ય એવા મનુષ્યોના જ
વિભાગ કરે છે તેથી પણ સ્પષ્ટ થાય છે કે મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચકજી કર્મભૂમિની , ' અંદર જ આર્યઅનાર્યનો વિભાગ તત્ત્વથી માને છે. વળી બીજી બાજુ વિચાર કરતાં સ્પષ્ટ છે
માલમ પડશે કે અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં દેશ, નગર આદિની વ્યવસ્થા હોય જ િનહિં અને તેથી દેશાદિની અપેક્ષાએ મુખ્યતાએ કહેવાતું આર્ય અને અનાર્યપણું અકર્મભૂમિમાં
(જુઓ અનુસંધાન પાનું ૧૨૬).
L