Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૦ : શ્રી સિદ્ધચક્ર]
•
•
•
•
•
•
•
•
•
•
•
વર્ષ ૮ અંક-૪ [૧૦ ડીસેમ્બર ૧૯૩૯, સાગર સમાધાન
પ્રશ્ન - ૨૦ આચાર્ય ભગવાન હરિભદ્રસુરીજીએ
શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકામાં વરબોધિથી શરૂ કરીને જે અનેકભવોમાં ભાવિતભાવપણું જણાવ્યું છે તે શુભકર્મ આસેવનની અપેક્ષાએ છે કેમકે ત્યાં મૂતવ્રત્યનુષ્પા એ શ્રીતત્ત્વાર્થસૂત્રનું સૂત્ર શુભકર્મને માટે જણાવ્યું છે, વળી આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ સામાન્યપણે એટલે નિરંતરપણે અર્થાત્ અવધિ કર્યા વિના પણ જે સમ્યકત્વ પછી શુભકર્મના આસેવનધારાએ ભગવાન મહાવીર મહારાજનું ભાવિતભાવપણું જણાવ્યું છે તે પણ મૂતવ્રત્યનુવાખ્યા. એજ સૂત્રથી જણાવ્યું છે, અર્થાત્ વરબોધિથી કે સમ્યકત્વથી જ પરોપકારનો સંબંધ શરૂ થાય
છે એમ માની શકાય નહિં. સમાધાન - ભગવાન હરિભદ્રસૂરિજીએ અને
આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરિજીએ જે ય: शुभकर्मासेवनभावितभावो भवेष्वनेकेषु એ ભાષ્યની કારિકાના પૂર્વાર્ધની વ્યાખ્યા કરતાં શુભકર્મા સેવનની વ્યાખ્યામાં ભૂતવ્રત્યનુ-૫૦ એ સૂત્રની સહાયથી શુભકર્મ સાબીત કર્યું છે, આ સ્થાને પ્રથમ તો એ વિચારવાની જરૂર છે કે ભાષ્યકાર મહારાજ મધ્વનેષુ કહે છે, અર્થાત્ મäશેષ એમ કહી ભવચક્રના સર્વભવોમાં ભગવાન મહાવીર મહારાજનું
શુભકસેવાપણું નથી જણાવતા, એ તો સ્પષ્ટ જ છે. એટલે ભગવાન મહાવીર મહારાજા તીર્થકર છતાં પણ અનાદિકાળ (નિગોદ)થી સર્વભવોમાં શુભકર્મવાળા જ હતા એમ માનવાને તો ભાષ્યકાર પણ તૈયાર થતા નથી, વળી શ્રીસિદ્ધસેનસૂરિજી કે જેઓ શુભકર્મની અવધિ તરીકે ભગવાન મહાવીર મહારાજાના આદ્યસમ્યકત્વને લે છે, તેઓ પણ આદ્યસમ્યકત્વ પછીના સર્વભવોમાં શુભકર્મનું આસેવન ભગવાન મહાવીર મહારાજે કર્યું હતું એમ જણાવતા નથી, શ્રીસિદ્ધસેનસૂરિજીએ પણ વદુ" એમ કહી સમ્યત્વ અને તીર્થંકરપણાની વચ્ચે ભગવાનું મહાવીર મહારાજા ઘણા ભવોમાં શુભકર્મથી ભાવિત હતા એમ જણાવ્યું છે અને આચાર્ય હરિભદ્રસૂરિજી મહારાજ તો ભગવાન મહાવીર મહારાજને અંગે શુભકર્મનું આસેવન કરવાની મર્યાદા વરબોધિથી જ શરૂ કરે છે. એટલે એમ કહીએ તો ચાલે કે વરબોધિ પ્રાપ્ત થવા પહેલાં ભગવાન મહાવીર મહારાજા શુભકર્મના આસવનવાળા હોય તો પણ તીર્થંકરના ભવની પહેલાં નિરંતરપણે થયેલા ભવોમાં જેમ શુભકર્મના આસેવનવાળા હતા, તેવી રીતે વરબોધિ