Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૬૮ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૩
[૨૬ નવેમ્બર ૧૯૩૯,
(અનુસંધાન ટાઈટલ ચોથાનું ચાલુ) Y ૨ ઉપર જણાવેલા ગુરૂ મહારાજના નિર્દેશને અમલમાં મૂકવાવાળો. (પોતાને અંગે . છે જે કંઈ કરવાનું વિધાન સાક્ષાત્ અને વર્તમાન કાળમાં ગુરૂ મહારાજજી જણાવે અને તે કાર્ય
બજાવવામાં આવે તો આજ્ઞા કરી એમ ગણાય અને ભવિષ્યને માટે કે સમુદાયને માટે કે
બીજા કોઈ શાસનના કાર્યને માટે જે હુકમ ઉપર જણાવેલા ગુરૂ મહારાજ કરે અને તે A બજાવવામાં આવે તો નિર્દેશન કરનારો ગણાય. કેટલીક જગા પર આશા અને નિર્દેશનું જુદાપણું !
નથી રખાતું અને ત્યાં ગુરૂ મહારાજે કરેલો આજ્ઞાનો જે નિર્દેશ તેને કરનારો હોય તે વિનીત છે કહેવાય એમ જણાવવામાં આવે છે. - ૩ ઉપર જણાવેલા ગુરૂઓની નજીકમાં એટલે દૃષ્ટિમાં બેસનારો હોય (પરંતુ ગુરૂ મહારાજના હુકમને બજાવવો પડશે એવા ભયથી ગુરૂ મહારાજની દૃષ્ટિથી દૂર બેસનારો ન હોય.)
૪ જગતમાં કેટલાંક કાર્યો એવા હોય છે કે, જેમાં ગુરૂ મહારાજને આજ્ઞા કે નિર્દેશ કરવાનું શિષ્યને અંગે ન બને તો પણ શિષ્યની વિનયને અંગે ફરજ છે કે દેશ, કાળ, અવસ્થા વિગેરે ગુરૂ મહારાજની જે હોય તે તપાસીને ગુરૂ મહારાજના હુકમ કે નિર્દેશ સિવાય પણ તે દેશાદિકને અનુસાર કાર્ય કરવાની જરૂર પડે, અને તેવી રીતે જે દેશાદિકને અનુસારે ગુરૂ મહારાજને અંગે વગર આજ્ઞા નિર્દેશે યોગ્ય પ્રવૃત્તિ કરે તે જ વિનયવાળો કહેવાય. આવી રીતની આજ્ઞા અને નિર્દેશ વગર પણ પ્રવૃત્તિ કરવાનું તેજ શિષ્યથી બને કે જે ગુરૂ મહારાજની સૂમચેષ્ટાથી પણ તે તે દેશ, કાળ, અને અવસ્થાને લાયકનાં કાર્યો કરવાનું સમજી શકે અને તે બજાવી લે. એટલે ગુરૂ મહારાજની ઈગિત ક્રિયાને સમજનારો જ વિનયવાળો ગણાય.
૫ ઉપર જણાવ્યા પ્રમાણે સૂક્ષ્મક્રિયાથી જેમ કર્તવ્યને જાણે, તેવી જ રીતે નેત્ર મુખ મસ્તક-હસ્ત વિગેરે દ્વારાએ થતા આકારોથી પણ દેશ, ક્ષેત્ર, કાળ અને અવસ્થાને લાયક ગુરૂ મહારાજને અંગે કરવા લાયકનાં કૃત્યો જાણે અને બજાવે તે જ વિનયવાળો કહેવાય. વરાદિથી જ્યારે વ્યાપેલું શરીર હોય, ચક્ષુની વેદના હોય, મસ્તકનો દુઃખાવો હોય, જઠરનો વ્યાધિ હોય, પગની વ્યથા હોય એ વિગેરે અવસ્થામાં જરૂર શરીરના આકારનો ફરક પડે છે, અને તેથી ગુરૂમહારાજ તેને અંગે કર્તવ્યતા બતાવે નહિં, અને સહન કરવામાં નિર્જરા છે એમ ધારી સહન કરે તો પણ શિષ્યને તે જરૂર માલમ પડે છે
(જુઓ અનુસંધાન પાનું ૬૭)