Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૨ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨
તથાભવ્યત્વને આપવામાં આવેલું નથી, પરંતુ ભગવાન તીર્થકર મહારાજના જીવોમાં તથાભવ્યત્વ એટલે તીર્થકર થવાની લાયકાતવાળું ભવ્યત્વ અનાદિકાળનું હોય છે, પરંતુ કોઈક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંયોગે થવાવાળું ભગવાન તીર્થકરમાં ભવ્યત્વ નથી. એવું જણાવવા માટે જ ત્યાં લલિતવિસ્તરામાં તથાભવ્યત્વને સહજ એવું
વિશેષણ આપવામાં આવ્યું છે. ૧૧ પ્રશ્ન - જ્યારે ભવ્યત્વ તથા સામાન્ય મોક્ષે જનારા
જીવોને તથાભવ્યત્વ અને તીર્થંકર પદવી પ્રાપ્ત કરીને મોક્ષે જનારા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના જીવોનું તથાભવ્યત્વ એ ત્રણે જ્યારે અનાદિના પરિણામિક ભાવ રૂપ છે અને સદન એટલે સ્વાભાવિકજ છે, તો પછી ભગવાન્ તીર્થકરના તથાભવ્યત્વને સહન
એવું વિશેષણ લગાડવાની જરૂર શી? સમાધાન - કોઈપણ સુજ્ઞમનુષ્ય શાસ્ત્રનાં પદોનો
અર્થ કરે ત્યારે તે પોતાની સુન્નતાને અંગે પહેલવહેલો જ પ્રકરણનો વિચાર કરે, જો એમ ન હોય તો જૈનો પરિશુરમા. કહીને પુરૂષોત્તમ (જીનેશ્વર)ને નમસ્કાર થાઓ એમ કહે અને તે જ પદ જે પુરુષોત્તમ્ય: તે કહીને વૈષ્ણવો પોતાના ગ્રન્થમાં નમસ્કાર કરે ત્યારે સુજ્ઞમનુષ્ય તે પ્રકરણને દેખીને જ જૈનગ્રન્થોમાં પુરૂષોત્તમનો અર્થ તીર્થકર કરે, અને અન્યગ્રન્થમાં પુરૂષોત્તમનો અર્થ વિષ્ણુ કરે એ સ્વાભાવિક
[૧૧ નવેમ્બર ૧૯૩૯, જ છે, તેવી રીતે નિતવિસ્તાર માં કોનું ખંડન કરવા માટે તે પુરૂષોત્તમ પદના અર્થમાં સહજશબ્દ તથાભવ્યત્વના વિશેષણ તરીકે વપરાય છે, એ જો સુજ્ઞપણું ધારીને વિચારે તો તે સુજ્ઞમનષ્યને તથા ભવ્યત્વના સ્વાભાવિક અને અસ્વાભાવિક (કૃત્રિમ) એવા બે ભેદ માનવાનું મન થશે જ નહિં, પરંતુ તે સહજશબ્દ તીર્થકરની અનાદિ તથાભવ્યત્વથી થયેલી યોગ્યતાને જ જણાવનાર છે એમ સ્પષ્ટ માલમ પડશે. કારણ કે કેટલાક મતવાળા એવું માનનારા હતા કે તીર્થકર થનારા જીવમાં તીર્થંકર થવાને લાયકનું બીજ અનાદિકાલથી હોય અને બીજા જીવોમાં અનાદિકાલથી તેવું બીજ ન હોય એવું છે જ નહિં. અર્થાત્ જગતમાં જે જે જીવને જેવાં જેવાં સહકારી કારણો મળે તેવાં તેવાં કાર્યો થાય અને તેથી જેને કેવલ આત્માનો મોક્ષ કરવો એવા વિચારરૂપી સહકારી કારણ મળે તે મૂકકેવલી થાય, અને જેને પોતાના કુટુમ્બના કે લાગતા વળગતા જે જે જીવો હોય તે બધાને મોક્ષ મેળવવા માટે તૈયાર થઉં એવા વિચારનો જેને યોગ મળે તે ગણધર થાય, અને જેને સમગ્ર જગતના જીવોનો કર્મક્ષય કરાવી મોક્ષ મેળવવાનો ઉત્તમોત્તમ વિચારનો જોગ મળે તે તીર્થકર થાય, અર્થાત્ તે તે જીવને તેવાં તેવાં સહકારી કારણો લાઈન પુરી થાય તેમ
ગોઠવો.
(અનુસંધાન જુઓ પાનું ૪૧)