Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૩
પહેલા સમ્યકત્વથી વરબોધિ કહેવામાં આવે
એમ ખરું ? સમાધાન - ભગવાન હરિભદ્રસૂરિજી ત્રિલોકનાથ
તીર્થકર ભગવાનના સમ્યક્તને પણ વિશિષ્ટ સમ્યક્ત એટલે બીજા ભવ્યજીવોના સમ્યક્ત કરતાં જુદી જ જાતનું સમ્યક્ત હોય એમ શ્રીલલિતવિસ્તરા વિગેરેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને તેના કારણ તરીકે જણાવે છે કે જો ભગવાન જિનેશ્વર મહારાજના આદ્યસમ્યત્વને પણ વિશિષ્ટ સમ્યકત્વ તરીકે ગણવામાં ન આવે તો ઈતર ભવ્યજીવોના આદ્ય કે ઈતર સમ્યકત્વથી જેમ પર્યવસાનમાં તીર્થંકરપણું થતું નથી, તેવી રીતે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું પણ આદ્ય સમ્યકત્વ કે ઈતર સમ્યક્ત જો • તેવી વિશિષ્ટતાવાળું ન માનીએ તો તેનાથી પણ તીર્થકરપણું પામવાનો વખત પર્યવસાનમાં આવે નહિં, માટે ભગવાન જિનેશ્વર મહારાજને પહેલ વહેલું થતું સમ્યકત્વ પણ શ્રેષ્ઠ સમ્યકત્વ છે એમ કહેવામાં કોઈથી વાંધો લઈ શકાય તેમ નથી, પરંતુ ભગવાન તીર્થકરના આદ્યસમ્યત્વને વરબોધિ કહેવું તે તો શાસ્ત્રના વિષયને ન જાણનારા હોય તેને જ શોભે. એક વાત યાદ રાખવી કે ઈતર ભવ્યજીવો જ્યારે આદ્ય સમ્યક્ત પામે છે, ત્યારે તે સમ્યકત્વ પામવાવાળા જીવોની અપેક્ષાએ ગુરૂમહારાજનો ઉપદેશ કે શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમા આદિકના
[૨૬ નવેમ્બર ૧૯૩૯, દર્શન આદિને સમ્યત્વનું નિમિત્ત ગણી તે આત્માની યોગ્યતા ઉંચી ગણવામાં આવતી નથી, પરંતુ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના જીવને જ્યારે પહેલ વહેલું પણ સમ્યકત્વ થાય છે, ત્યારે તેમના જીવની યોગ્યતાને જ મુખ્યપદ આપવામાં આવે છે, અને તે સમ્યકત્વના કારણભૂત બનેલા ગુરૂઆદિકના ઉપદેશને ગૌણ પદ આપવામાં આવે છે અને તેથીજ ભગવાન જિનેશ્વરોને પહેલા સમ્યકત્વની વખત પણ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ લલિતવિસ્તરામાં સ્વયંસંબુદ્ધપણે જણાવે છે. એટલે ઈતરભવ્યજીવોના કરતાં શ્રીતીર્થકર મહારાજરૂપી ભવ્યજીવોમાં આદ્ય સમ્યકત્વ ઉત્પન થવાની પહેલાં પણ વિશિષ્ટ યોગ્યતા માનવામાં આવી છે, પરંતુ ભગવાન તીર્થંકરના આદ્ય સમ્યકત્વને કોઈપણ શાસ્ત્રકારે વરબોધિ તરીકે જણાવ્યું નથી. ભગવાન મહાવીર મહારાજાને અંગે શ્રી આવશ્યકનિયુક્તિની અંદર સમત્તપढमलंभो बोद्धव्वो वद्धमाणस्स० सेम કહીને ભગવાન્ મહાવીર મહારાજના પહેલા સમ્યકત્વને સામાન્ય પ્રથમ સમ્યક્ત તરીકે જ જણાવ્યું છે અને એવી જ રીતે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ
લ ત્રિષષ્ઠિ-શલાકાપુરૂષચરિત્રમાં સર્વ તીર્થકરોના પ્રથમ સમ્યકત્વને (વરબોધિ લાભના વિશેષણ વગર) સામાન્ય સમ્યક્ત