Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
5 શત્રુ સંહારક અભેદ્ય કિલ્લેબંધી A 5 5 તત્ત્વત્રયી યાને નવપદી
5 અને વિંશતિ - સ્થાનક - મંડલી જૈનજનતામાં ઘણો થોડો જ વર્ગ ઉપર જણાવેલા ત્રણ પદાર્થોથી બીનવાકેફગાર હશે, પરંતુ તે ત્રણેને જાણવાવાળો જૈનજનતાનો મોટો વર્ગ હોવા છતાં પણ તે ત્રણની ભિન્નભિન્ન જરૂરીયાત સમજવાને માટે ઘણા નાના જ વર્ગે ઉપયોગ કર્યો હશે, સામાન્ય રીતે જગતની જનતામાં મનુષ્યના બે વર્ગ છે એમ પ્રસિદ્ધ છે, તે બેમાં એક વર્ગ પુણ્ય, પાપ, સદ્ગતિ, દુર્ગતિ, સ્વર્ગ કે મોક્ષ નહિ માનવાને લીધે નાસ્તિકના નામે ઓળખાય
છે, જો કે કેટલાકનું કહેવું સામાન્ય રીતે એમ થાય છે કે જીવને નહિં માનનાર વર્ગ આ નાસ્તિકના નામે ઓળખાય છે અને તેથી જ નાસ્તિકનું સાધ્ય જણાવતાં નાસ્તિ ગીવ છે,
એમ જણાવવામાં આવે છે. પરંતુનાસ્તિકો પાંચ ઈન્દ્રિયો, મન,વચન અને કાયા,શ્વાસ અને જીવનને જે આસ્તિકોમાં પ્રાણના નામે ઓળખાય છે અને જે પ્રાણોને ધારણ કરનારાને જીવ તરીકે ગણવામાં આવે છે, તેવા ઈન્દ્રિયાદિકપ્રાણોને અગર તેના ધારણ , કરનારને નાસ્તિક વર્ગ સર્વથા માનતો નથી એમ કહી શકાય એવું નથી. કારણ કે નાસ્તિકવર્ગ પણ પાંચ ભૂતોનો કાયાકારે સમુદાયરૂપે પરિણામ થવાથી જીવ અગર ચેતનની ઉત્પત્તિ માને છે. એટલે હેજે કહેવું જોઈએ કે તેઓ જીવને નથી માનતા એમ નિઃશંકપણે કહેવું ઉચિત નથી, છતાં નાસ્તિકો પોતેજ નાસ્તિ નીવડે એમ બોલે છે તેનું તત્ત્વ એટલું જ છે કે નીવધાતુથી ઉણાદિનો પ્રત્યય લાવીને અતીતકાળમાં જેણે પ્રાણો - ધારણ કર્યા છે, વર્તમાનકાળમાં જે પ્રાણોને ધારણ કરે છે અને ભવિષ્યકાળમાં જે પ્રાણોને ધારણ કરશે તેવો પદાર્થ હોય તેને જીવ કહેવાય, આવી રીતે ત્રણે કાળના જીવનને ધારણ કરનાર એવા જીવને માનવા નાસ્તિકો તૈયાર નથી. વર્તમાનકાળમાં પ્રત્યય લાવીને
(અનુસંધાન જુઓ પાનું ૨૧)