Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩ શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧
[૨૮ ઓક્ટોબર ૧૯૩૯,
દિલ ઘણો જ તીવ્ર મતભેદ જણાય છે. આપણે અહિં જોઈ શકીએ છીએ કે જગતમાં પ્રવર્તતા મતોમાં પણ દિ દેવવિશેષના નિર્દેશમાં જ પહેલો મતભેદ પડે છે અને તે દેવવિશેષના મતભેદને અનુસરીને ગુરૂવિશેષમાં કિ. તિ અને ધર્મવિશેષમાં મતભેદ પડે છે, અને તેથી જ જુદા જુદા મતો પ્રચલિત થયા છે અને થાય છે, પણ છે. એટલે કહેવું જોઈએ કે દેવ, ગુરૂ અને ધર્મરૂપી તત્ત્વત્રીને અંગે કોઈપણ આસ્તિક, હિન્દુ કે જૈનમાં
મતભેદ નથી, પરંતુ તે દેવ, ગુરૂ અને ધર્મના નામે કોને કોને ઓળખવા એમાં જ મતભેદ પડ્યો છે
અને પડે છે. આ ઉપર જણાવેલા મતભેદનું નિરાકરણ કરવા માટે અને આત્માના વિશેષ કલ્યાણ માટે ની નવપદની અત્યંત આવશ્યકતા થાય છે, કેમકે અરિહંત અને સિદ્ધ એ રૂપી બે પદોમાં વર્તતા જીવો ીિ જ દેવરૂપે ગણાય. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વર્તતા જ જીવો ગુરૂ તરીકે જ ગણી | ણિી શકાય અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આચારણાને જ ધર્મ તરીકે ગણી શકાય અને તે શિ. એમ થાય તો જ સાચા દેવ, સાચા ગુરૂ અને સાચો ધર્મ માનવાને માટે આપણે ભાગ્યશાળી થઈએ. છે. ઉપરની હકીકત ધ્યાનમાં લેવાવાળો મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે નવપદને ધ્યાનમાં લીધા સિવાય . છો જૈનધર્મને અનુસરતી દેવાદિતત્ત્વત્રયીને કોઈપણ માની શકે નહિં અને અહંદાદિમાં બંને દેવ, ત્રણને જે ઝી ગુરૂ, અને ચારને ધર્મ તરીકે માને તો જ તે સુદેવને સુદેવ તરીકે, સુગુરૂને સુગુરૂ તરીકે, અને સુધર્મને જ સુધર્મ તરીકે માનનારો કહી શકાય, પરંતુ જેઓ અરિહંત અને સિદ્ધપદમાં નહિં રહેલાને દેવ તરીકે જો
માનતા હોય આચાર્ય, ઉપાધ્યાય કે સાધુપદમાં નહિં રહેલાને ગુરૂ તરીકે માનતા હોય તથા સમ્યગ્દર્શન, થી સમ્યગજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને સમ્યકતપ સિવાયના ધર્મને ધર્મ તરીકે માનતા હોય તો તે મનુષ્યો
કુદેવ, કુગુરૂ અને કુધર્મને સુદેવ, સુગુરૂ અને સુધર્મ તરીકે માને છે એમ કહી શકાય, એટલે એ વાત
સ્પષ્ટ થઈ કે સમ્યકત્વની નીસરણીમાં ચઢેલો મનુષ્ય સામાન્ય દેવ, ગુરૂ અને ધર્મ તત્ત્વને નામથી માનવામાં ખિી જ રહે એમ બને નહિં, પરંતુ તેને તો નવપદના ત્રણ વિભાગ કરીને તેમાંના બે વિભાગને દેવતરીકે,
ત્રણ વિભાગને ગુરૂ તરીકે, અને છેવટના ચાર વિભાગને ધર્મ તરીકે માનવા તૈયાર થાય આવી રીતે છે. દેવાદિ તત્ત્વત્રયી અને નવપદીની ઉપયોગિતાનું પૃથક્કરણ કર્યા પછી વીશ સ્થાનકને શા માટે જુદાં છે પાડવાં પડે છે ? તે વિચારવાની આવશ્યકતા ઓછી નથી, વાચકવર્ગે ધ્યાન રાખવું કે શાસ્ત્રકારોએ પણ
મોક્ષ પામનારા જીવોમાં ત્રણ વર્ગ પાડેલા છે. એક તીર્થંકરનો વર્ગ, બીજો ગણધરનો વર્ગ અને ત્રીજો છિી છે તે તીર્થકર અને ગણધર સિવાયનો સર્વ મોક્ષ જવાવાળો વર્ગ. આ ઉપર જણાવેલા ત્રણ વર્ગો કેવળ |
તે મોક્ષે જવાના ભવમાં જ કરાતી ક્રિયાની ભિન્નતાને લીધે જુદા પડે તેમ નથી, પરંતુ તે ત્રણ વર્ગો જિ મુખ્યતાએ તે મોક્ષ પામવાના ભવની પહેલાના ભવોમાં કરાતી ભાવના અને પ્રવૃત્તિની ભિન્નતાને આધારે ળિો જ જુદા પડે છે. તેમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનોને અંગે જેમ શાસ્ત્રકારોએ ભૂલ સૂત્ર નિર્યુક્તિ અને ોિ દિ ભાષ્ય વિગેરેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે જ જીવ તીર્થકર થઈ શકે કે જે જીવે તીર્થંકરપણાના ભાવથી પણ
પાછળના ત્રીજા ભવે બે કાર્યો જરૂર કર્યા હોય.એટલે પાછળના ત્રીજા ભવમાં એક કાર્ય તો અરિહંતાદિક છે વીશ સ્થાનકોમાંના એક-બે અગર સર્વ સ્થાનકો આરાધવા જોઈએ, અને બીજું કાર્ય પોતાનો સંસારચક્ર