________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ જણાય છે” તેમણે તેમણે પરને જાણવાનો નિષેધ કર્યો જ છે.
જ્ઞાનીઓ આટલું બધું નાસ્તિ ઉપર વજન આપે છે તેના ઉપર શાંતિથી વિચારતો ખરો! નાસ્તિમાં અજ્ઞાની પ્રાણીનું વલણ અહમ્ વર્તે છે માટે નાસ્તિથી સમજાવે છે. પરને નથી જાણતો તેવા સ્વભાવ તરફથી જ્ઞાનનો-શાયકનો પરિચય કરાવે છે. પૂ. ગુરુદેવશ્રીની “ના” વિચારવા યોગ્ય છે. તેમાં અખૂટ અતૂટ નિધિ સમાયેલી છે. જેને “ના” સમજમાં આવે છે તેને જ ત્યાર પછીની આગળની લાઈન સમજમાં આવે છે. પરને જાણતો નથી તે વિકલ્પ નથી પરંતુ હકીકત છે. એટલે પરને જાણવાનો નિષેધ અને સ્વને જાણવાની વિધિ વચ્ચે કોઈ જ સમય ભેદ નથી. આ “ના” માં તો સ્વરૂપની પ્રસિદ્ધિ છે. “ના” કહીને તો પરમાર્થ જીવના જીવત્વને દર્શાવ્યું છે.
પહેલાં પરને જાણતો હતો અને હવે પરને જાણવાનું છોડું છું તેમ નથી. ધ્યાન રાખજો ! આમાં માર્મિક વાત છે. જેમ અકારકને અવેદક ત્રિકાળ સ્વભાવ છે. જેમ જાણનાર છું ને કરનાર નથી તે ત્રિકાળ સ્વભાવ છે. “તેમ જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી” તે પણ ત્રિકાળ સ્વભાવ છે. એક દ્રવ્યનો ત્રિકાળ સ્વભાવ છે. બીજો પર્યાયનો ત્રિકાળ સ્વભાવ છે. જેમ તત્ત્વાર્થ સૂત્રની મહિમા આવે છે તેમ આ સ્વરૂપ સમજશે તેને આ સૂત્રની મહિમા આવશે. કારક કે આ દ્રવ્યાનુયોગનો નિચોડ છે.
હું જાણનાર છું અને “જાણનારો જણાય છે.” હે! જગતનાં જીવો! આ સ્વાભાવિક વસ્તુ સ્થિતિને સ્વભાવથી સ્વીકારો અને આનંદિત થાઓ.
“જાણનાર જણાય છે ને ખરેખર પર નથી જણાતું...”
તે મંત્રોનો મહામંત્ર આપનાર; સર્વોપરી મંત્રનો સાર બતાવનાર; અમોઘ મંત્રની અમૂલ્યતા દર્શાવનાર;
અમૃતબિંદુઓની અમૃત વર્ષા વરસાવનાર, અમૃતબોધિપ્રાતિ પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈ જયવંત વર્તો.. જયવંત વર્તો...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com