________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૪૬
પિતા હોય તો પુત્ર ઉપર, પુત્ર હોય તો પિતા ઉપર પિત્તો ફાટે ત્યારે “ જાણનાર જણાય છે” તેમ દશ વખત બોલવું. પિત્તો ન ફાટે ત્યારે પણ બોલવું. દિવસમાં દશ વખત તો અવશ્ય આત્માને યાદ કરવો. આ શું કહ્યું ? “ જાણનાર જણાય છે.” તેમાં કોને યાદ કર્યો!! આત્મા જાણનાર છે ને! આત્મા કરનાર નથી. આહાહા! આ મહામંત્ર છે. આ તત્ત્વના વિચારમાં શુભ ભાવ તો થાય પણ મિથ્યાત્વ ગળવા માંડે. બીજુ કર્તાબુદ્ધિ હોય અને ક્રિયામાં શુભ ભાવ તો થાય, પણ મિથ્યાત્વ દઢ થાય. આહાહા!
66
લોકો શુભ ભાવને આગળ કરે છે, ત્યારે મિથ્યાત્વ તીવ્ર થાય છે, તે એને ખબર પડતી નથી. શુભ ભાવથી ધર્મ માને છે. આ ક્રિયા હું કરું છું. આહા! જાણનાર જણાય છે” તેમાં તો લક્ષ આત્મા ઉપર આવ્યું. બીજું બધું થઈ ગયું. આહા! ૫૨ના લક્ષે જે પાપના પરિણામ થતા હતા, તે બંધ થઈ ગયા. આહા! જાણનાર જણાય છે બીજું કાંઈ જણાતું નથી. ”
66
૭૦૪
આહા ! આ મહામંત્ર છે. આવા મંત્રથી અનંતા આત્માઓ સિદ્ધપદને પામી ગયા છે. આવા મંત્રથી હોં! આ મંત્ર આજકાલનો નથી, અનાદિનો છે. જેમ નમસ્કાર મંત્ર અનાદિનો છે ને? આહા! એમ આ મંત્ર પણ અનાદિનો છે. જાણનાર જણાય છે” આ સમયસારમાં આવ્યું. બાળ-ગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે. “ જાણનાર જણાય આ કોઈ નવી વાત નથી, સમયસારની વાત છે. અરે! જાણનાર જણાય છે” તો મિથ્યાત્વ ગળવા માંડે છે, વળી તીવ્ર કષાયનાં પરિણામ પણ ઊભાં ન થાયઃ જીવોને કષાયની મંદતા કેમ કરવી તે પણ ખબર નથી.
,,
k
૭૦૫
જિજ્ઞાસાઃ જ્ઞાન અને રાગ બન્ને એક સાથે ઉત્પન્ન પણ થાય છે અને તેવો આભાસ પણ થાય છે, તે સમયે જ્ઞાન રાગનું લક્ષ કેવી રીતે છોડે !!
સમાધાનઃ છોડે તો છૂટે. જ્ઞાયકનું લક્ષ થઈ જાય તો રાગનું લક્ષ છૂટી જાય છે, બસ છોડવું નથી ને કેવી રીતે છૂટે તે પકડી રાખવું છે. કાં તો રાગ મારામાં થાય છે; તે ધ્યેયની ભૂલ. તો રાગને હું જાણું છું તે શેયની ભૂલ. અનુભવ નહીં થાય. “ જાણનારો જણાય છે રાગ જણાતો જ નથી ને મને.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com