________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૨૧ એને હવે શ્રીગુરુ મળ્યા, કેઃ તને પ્રતિમા જણાય છે ત્યારે જ્ઞાન પ્રતિમાનું નથી. જ્ઞાન પ્રતિમાનું ન હોય. જ્ઞાન શેયનું ન હોય. જ્ઞાન તો જ્ઞાયકનું છે હું! જો પ્રતિમાનું જ્ઞાન હોય તો પ્રતિમા જણાય. પણ જ્ઞાન તો પ્રતિમાનું નથી. ઈ..... તો પ્રતિમા તો જ્ઞાનમાં નિમિત્ત માત્ર છે. જ્ઞાનમાં નિમિત્ત માત્ર છે. કહે છે કે... એ જ્ઞાન પ્રતિમાનું નથી. એ જ્ઞાન તો શાયકનું છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ તે તો શક્તિની વ્યક્તિ છે. એ શક્તિમાંથી, પ્રવાહમાંથી જ્ઞાન બહાર આવે છે. શેયમાંથી જ્ઞાન નથી આવતું. જ્ઞયમાંથી જ્ઞાન આવે? આ શાસ્ત્રમાંથી જ્ઞાન આવતું હશે? “ના” આવે. જ્ઞાન તો જ્ઞાનમાંથી આવી રહ્યું છે.
૯૫૪
જ્યારે પ્રતિમા જણાય છે ત્યારે આચાર્ય ભગવાન ફરમાવે છે; તારી અવસ્થાનો ફરવાનો જ્યારે કાળ આવે છે ત્યારે તું એમ લે કે “જાણનાર જણાય છે.” એમ લઈ લે ને ! આ જણાય છે એમ શું કામ લેશ! બાપલા હવે તો રહેવા દે! પર જણાય ત્યારે તેને જાણનાર જણાય છે. તો પર ઉપરથી ઉપયોગ ખસીને અંદરમાં આવશે, અને અનુભવ થશે. ત્યારે “જાણનારપણે જણાયો” એમ લખે છે. આમાં બધું છે.
૯૫૫
mયાકાર અવસ્થામાં શેયોને જાણવાનો પર્યાયનો કાળ છે. ત્યારે એ પર્યાયમાં પર્યાય જાણનારપણે જણાય છે અને આહાહા ! જ્ઞાયકપણે જણાયો ! જ્ઞાયકપણે જણાયો એમ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ આહાહા! જ્ઞાયક જ છે. પર જણાય ત્યારે જાણનાર જણાય. અને સ્વ જણાય ત્યારે પણ “જાણનાર જણાય છે.” ચોવીસે કલાક “જાણનાર જણાય છે.” આહાહા ! અદ્દભુતથી અદ્ભુત ચમત્કારિક વાત છે. આ બેડો પાર થાય તેવી વાત છે.
૯૫૬
આચાર્ય ભગવાન કહે છે તને જ્યારે પર જણાય છે તેવી અવસ્થા ભલે હો ! ત્યારે પણ “જાણનાર જણાય છે.” તને જો આ (પર) જણાય છે અને જાણનાર જણાતો નથી તો યકૃત અશુદ્ધતા અજ્ઞાન થઈ ગયું. આ જણાય છે. આ જણાય છે. આ જણાય છે ત્યારે “જાણનાર જણાય છે” એમ લે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com