________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર
જાણનારો જણાય છે પાડો નથી એમ કહીએ છીએ તેમાં તને શાનું દુ:ખ લાગે છે. તું જેવો છો તેવો અમે કહીએ છીએ.
૧૦૬૪
આ એક છેલ્લામાં છેલ્લું શલ્ય અજ્ઞાનીને રહી જાય છે. જ્ઞાન સ્વનેય જાણે અને પરને પણ જાણે.. અહીંયા એ શલ્યનો નિષેધ કરે છે. આ અટકવાનું મોટું જબરજસ્ત સ્થાન છે. કર્તાબુદ્ધિ તો છૂટે કે-હું જાણનાર છું કરનાર નથી. છએ દ્રવ્યો સ્વયં પરિણમે છે-પર્યાય સ્વયં થાય છે તો હું તેનો ઉપાદાનપણે કે નિમિત્તપણે કરનાર નથી.. તો અકર્તા-જાણનારમાં તો આવ્યો. પરંતુ હવે જાણનાર કેમ જણાય” તે વિધિ જાણતો નથી. “જાણનાર જણાય છે તે વિધિ છે.” આ સાધારણ વાત નથી અસાધારણ વાત છે. આમાં ભવના અંતની કળા બતાવી છે. આમાં (૧૧૪ ગાથામાં) ઘણો માલ ભર્યો છે. ઓમાં ધારણામાં આવ્યો છે, પણ વસ્તુ કેમ જણાતી નથી. તેનું આ કારણ છે કે હું પર જાણું છું તેવો પક્ષ છે... એટલે જ્ઞયથી જ્ઞાન વ્યાવૃત નથી થતું. જ્ઞાન શૈયથી વ્યાવૃત થઈને અંદરમાં જવું જોઈએ. જ્ઞાન શેયથી વ્યાવૃત કેવી રીતે થાય? ન થાય, કેમ કે તેને એવો પક્ષ છે કે હું શેયને જાણું છું. હવે ઉપયોગને જે શેય બાજુ સ્થાપશો તે શેયને જાણવા જશે. ત્યાં (પરમાં) જ્ઞય અને અહીંયાં (સ્વમાં) જ્ઞાન બસ થઈ રહ્યું તે ગયો દુનિયામાંથી. જ્ઞાન પણ અંદર અને શેય પણ અંદર એમ ભાવે ત્યારે જ્ઞયથી જ્ઞાન વ્યાવૃત થઈ–પર શયને જાણવાનું બંધ થઈ અનુભવ થશે. પર્યાય પરય છે તેથી તેને જાણવાનું બંધ કરી દે. તો જ્ઞાયક ચિદાનંદ આત્મા તને જણાય જશે.
ગજબ વાત છે ભાઈ! પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની દષ્ટિ બંધ કરી દે. અમે પર્યાયનો નિષેધ નથી કરતા... અમે તો પર્યાયને જાણવાનો નિષેધ કરીએ છીએ. તું અમારી વાત ધ્યાન દઈને સાંભળ તો ખરો કે અમે શું કહીએ છીએ. પર્યાયનો અમે નિષેધ નથી કરતા... અમે તો પર્યાયને જાણવાનું બંધ કરી દે તેમ કહીએ છીએ.
૧૦૬૫
પહેલાં તો એમ કહ્યું કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. વિશેષ નથી એમ ક્યાં વાત છે? અમે એમ ક્યાં કહીએ છીએ કે પર્યાય નથી. પર્યાય હોય ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com