________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬O
જાણનારો જણાય છે અંદરમાંથી મૂળમાંથી નિષેધ આવે તો!
શ્રી પ્રવચનસાર ૧૧૪ ગાથામાં કહ્યું છે માટે હું પર્યાયને જાણવાનું બંધ કરું છું તેમ નહીં. એ વખતે તેને પ્રવચન સાર યાદ ન આવે યાદ આવે તો નિમિત્ત ઉપર લક્ષ વયું જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે માટે આમ છે તેમ નથી. અનુભવના કાળે અંદરમાંથી સીધું આવે છે. ગુરુદેવ કહે છે માટે નહીં. મારું સ્વરૂપ જ આવું છે. અરે ! ગુરુદેવ યાદ ન આવે, પ્રવચનસાર યાદ ન આવે, અંદરમાંથી નિષેધ આવે કે પરને જાણતો જ નથી. પરમાં પર્યાય આવી ગઈ. હું પરને જાણતો જ નથી મને જાણનાર જણાય છે' એવી એક પરિણતી અંદરથી ઊપડે છે ત્યારે કાર્ય થાય છે.
૧૦૬૩ ( તને એવો વિચાર નથી આવતો કે ) તે મને ઉપદેશ હતો અને મારે હવે અનુભવ કરવો છે તેથી પરને જાણવાનું બંધ કરવું છે એમ નહીં. ‘હું પરને જાણતો જ નથી જાણનાર જણાય છે” એવી એક પરિણતી અંદરથી ઊપડે છે તો પરને જાણવાનું સહજ બંધ થઈ જાય છે અને ઉપયોગ નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. પોતાનો ગુરુ પોતે થઈ જાય છે. એ વખતે કોઈ યાદ આવતું નથી. આ જે ભાવ ઊઠે છે તે ધારણામાંથી નથી આવતો. પહેલાં સાંભળેલું હતું, ૧૧૪ ગાથામાં કહ્યું છે- પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ ખોલો તે યાદ નથી આવતું. જો એવું યાદ આવે તો ભાવમન યાદ આવ્યું કહેવાય. ભાવમન અને ભાવમનમાં રહેલી ધારણા યાદ નથી આવતી. ધારણા તો ધારણારૂપે ડિપોઝીટ પડી છે. અંદરમાંથી એક નવી ફુરણા થાય છે. અનુભવ પછી ધારણા સાથે મેળવે કે આ વાત મેં સાંભળી હતી તેવો જ મને અનુભવ થયો. એ પછી સાક્ષીરૂપ થાય પરંતુ પહેલાં નહીં. આ અનુભવની ઊંચામાં ઊંચી રીત છે.
હું તો જાણનાર છું, હું તો જ્ઞાયક છું ને! હું તો ચિદાનંદ આત્મા છું ને તેમાં આવ્યો છતાં અનુભવ કેમ થતો નથી? તો તેને કહે છે-પરને જાણવાનો નિષેધ જેટલી માત્રામાં આવવો જોઈએ તેટલી માત્રામાં આવતો નથી. કાંકરી ગોળ નાખે અને કહે કે કેમ ગળ્યું નથી? જેટલી માત્રામાં ગોળ નાખો તેટલું ગળ્યું થાય. તેમ જેટલી માત્રામાં વ્યવહારનો નિષેધ આવવો જોઈએ (તેટલી માત્રામાં આવે તો કાર્ય થાય.) પરિણામને જાણવાનું બંધ કર તે જ વ્યવહારનો નિષેધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com