________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
ર૬૩
પર્યાયને જાણવાનું બંધ કર તેમ કહેવાય. જો પર્યાય જ ન હોય તો પર્યાયને જાણવાનું બંધ કરી દે તેવો ઉપદેશ ન આવે. પર્યાય છે અને તેને તું જાણવા પણ રોકાયો છે! એમ પણ છે... એવું અજ્ઞાન પણ છે. હવે પર્યાયને જાણવાનું બંધ કરી દે.
જિજ્ઞાસાઃ- પર્યાયને જાણવાનું બંધ કરી દ્યે તો પર્યાય રહે કે ન રહે?
સમાધાનઃ- પર્યાય તો રહે પરંતુ ઊંચી અતીન્દ્રિયજ્ઞાનની નવી પર્યાય પ્રગટ થાય. પર્યાયનો પ્રકાર ફરી જાય. કેમકે પર્યાય વિના તો દ્રવ્ય હોય જ નહીં... પણ ઇન્દ્રિયજ્ઞાનનો વ્યય થઈ અને અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે.
જિજ્ઞાસાઃ- દ્રવ્યાર્થિકનયમાં કેવું દ્રવ્ય જણાય ?
સમાધાનઃ- હું જ્ઞાન ને આનંદમય છું તેવું જણાય. જણાય એટલે અનુભવાય છે. અનુભવાય છે એટલે વેદાય છે. પ્રદેશ નથી જણાતા પણ જ્ઞાન ને આનંદની મૂર્તિ છું એમ આનંદનો સ્વાદ આવે છે. એ જાણવામાં માત્ર જાણવું નથી પણ રસપસ આનંદનો અનુભવ થાય છે. એવી જાણવાની દશા પ્રગટ થાય છે કે હું તો આનંદમૂર્તિ છું. જાણવું તે લૂખું છે પણ જાણવાની સાથે આનંદ આવે છે એ સ..૨સ... રસયુક્ત છે તે જાણવું છે. લાપસી પીરસે પણ જ્યાં સુધી ઘી ન નાખે ત્યાં સુધી લૂખી છે. વેવાઈ આવ્યા છે. લાપસી પીરસી પણ કાં હજુ ઘી ન આવ્યું? ઘી આવે ત્યારે સ.......... અનુભવ થાય છે, તેનું નામ સ્વાનુભૂતિ છે.
પહેલાં એ કહ્યું કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. પર્યાય નથી તેમ ક્યાં વાત છે બાપુ! અમે ક્યાં ના પાડી કે વિશેષ નથી. તું અમારી વાત સમજતો નથી. વિશેષને જોવાની આંખને બંધ કરી દે એમ અમે કહીએ છીએ... પાઠમાં છે. પાછું ચિત્ત બંધ કરી દે તેમ નહીં... પરંતુ પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે. સર્વથા બંધ કરશે તો એકાંત થઈ જશે તેનાં કરતાં કથંચિત્ રાખો ને? આહા ! જોઈ લેજો વ્યવહારનો પક્ષ પાછલા બારણેથી પ્રવેશ થઈ ગયો. પહેલાં આગલા બારણેથી પ્રવેશ હતો કે-હું પરને જાણું છું. હવે કથંચમાં પાછલા બારણેથી વ્યવહારનો પક્ષ પ્રાપ્ત થઈ ગયો પાછો.
૧૦૬૬
પાઠમાં ‘સર્વથા ’ કહે છે તો તેણે કથંચિત્નો ઘોડો નાખ્યો આડો, તો અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com