________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
છે. અને જે જ્ઞાનમાં હોય તે શાસ્ત્રમાંથી મળી જ જાય છે.
૨૫૫
૧૦૬૦
૫૨ જણાતું જ નથી આ અદ્દભુતથી અદ્દભુત વાત છે. કેમ બંધ થતો નથી ? જાણના૨ ઉ૫૨થી લક્ષ છૂટતું જ નથી.. બંધનું કારણ મટી ગયું. બહારની કોઈ ક્રિયા બંધનું કારણ નથી. ‘જાણનાર જણાય છે’ તેના ઉપરથી લક્ષ છૂટી જવું તે જ બંધનું કારણ છે. પરંતુ જાણનાર ઉ૫૨થી લક્ષ છૂટતું જ નથી. માટે તે બંધાતો જ નથી. આ પ્રેક્ટિકલ વાત છે. પોતાની વાત છે. હવે સાદિ અનંત કાળ માટે એક વજ્ર અભિપ્રાય બંધાઈ ગયો કે ‘જાણનારો જણાય રહ્યો છે’
૧૦૬૧
મૂળમાં કુંદકુંદાચાર્યે તો બે જ વાત કરી છે એક દ્રવ્યાર્થિક ચક્ષુ અને એક પર્યાયાર્થિક ચક્ષુ... તેમણે પ્રમાણની વાત કરી નથી કે... સામાન્ય વિશેષને સાથે જોવા. અહીં ટીકામાં આચાર્ય ભગવાન (દ્રવ્ય-પર્યાય બંનેને) સાથે જોવાની વાત પણ લેશે. પ્રમાણજ્ઞાનથી બેને જોવા એમ.
અહીં ( પાઠમાં ) કહે છે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દઈને.. આહાહા! અહીંથી શરૂ કર્યું. પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે એમ આચાર્ય ભગવાન કહે છે એટલે અમને એમ ભાસે છે. ગુરુદેવ કહે છે અમને પણ એમ ભાસે છે. આ રીતે પ્રયોગ કરતાં અનુભવ થાય છે. ‘તેમાં પર્યાયાર્થિક ચક્ષુને એટલે પર્યાયને જોનારા વ્યાપારને સર્વથા બંધ કરીને.' આહાહા! લ્યો ! અહીંથી ઉપાડયું છે.’
હવે આમાં એક મર્મ છે, પહેલાં આમ કેમ ઉપાડયું? પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે એમ નિષેધ-નાસ્તિથી વાત કેમ કરી ? વિધિથી વાત કેમ ન કરી કે પ્રથમ દ્રવ્યાર્થિક ચક્ષુને ઉઘાડીને તારા આત્માને જો એમ કેમ ન કહ્યું? તેમાં હેતુ છે, કેમકે અનાદિ કાળથી ઇન્દ્રિયજ્ઞાન ભેદને જાણવામાં રોકાણું છે અને ભેદને આત્મા માનવાની ભૂલ થઈ છે એટલે તેનો નિષેધ કરે છે. ક્રોધ થાય તો ભલે થાય પણ તેને જોવાનું બંધ કરી દે! પહેલાં તેનો નિષેધ કર કે મને ક્રોધ જણાતો નથી. બહુ માથું દુઃખે છે તો દુઃખને જોવાનું બંધ કરી દે! માથાને જોવાની તો તારી પાસે ચક્ષુ જ નથી એટલે એનો તો પ્રશ્ન જ નથી... કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com