________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪
જાણનારો જણાય છે સુખી થવાનો ઉપાય છે. કેટલો ટૂંકો ઉપાય છે... વળી સચોટ અને યથાર્થ ટંકોત્કીર્ણ, શાશ્વત, પરમ સત્ય ઉપાય છે. “જાણનારો જણાય છે. તેના ઉપરથી તેનો ઉપયોગ છૂટતો નથી–લક્ષ છૂટતું નથી. જ્ઞાનમાં સમયે સમયે જણાય છે. જે જણાય છે તે શ્રદ્ધાય છે. “જાણનાર જણાય છે અને જાણેલાનું શ્રદ્ધાન થયા કરે છે.
૧૦૫૬ જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ સિદ્ધ થાય છે. જ્ઞાનમાત્ર આત્માને લક્ષમાં લેવો કે –“જાણનારો જણાય છે.” પર જણાય છે તેવો ( મિથ્યા) અભિપ્રાય ક્ષય થઈ ગયો છે. પર જણાય છે તેવો ભાવ બિલકુલ નીકળી ગયો. “જાણનાર જણાય છે” એ સાદિ અનંતકાળ સુધી રહેવાનું છે માટે બંધ નહીં થાય.
૧૦૫૭
ચારિત્રની અસ્થિરતાથી પુણ્ય-પાપ થોડાં આવે છે પણ તે તો નિર્જરવા માટે આવે છે. તેનાથી મિથ્યાત્વનો બંધ થતો નથી – કારણ કે હવે તેનું લક્ષ પર ઉપર નથી. તેનું લક્ષ તો નિરંતર “જાણનારો જણાય છે તેના ઉપર રહ્યા કરે છે, પરિણામની ક્રિયા ગમે તેવી હોય તેનાથી બંધ થતો નથી. પરિણામ ઉપર લક્ષ નથી. “જાણનાર જણાય છે. તેના ઉપર લક્ષ છે માટે બંધ થતો નથી.
૧૦૫૮ જ્ઞાનીનું લક્ષ ક્રિયા ઉપર નથી. તેનું લક્ષ માત્ર નિષ્ક્રિય ઉપર છે. જાણનાર જ જણાય છે.' જાણનાર તો નિષ્ક્રિય જ છે ને? અકર્તા જ છે ને? નિષ્ક્રિય અકર્તા ઉપર જ લક્ષ છે. આવે ને જાય તેના ઉપર લક્ષ નથી. (સ્થિર) રહે તેના ઉપર લક્ષ છે. રહે છે એટલે પછી એમ જ રહેશે. તેના ઉપરથી જ્ઞાન એટલે કે લક્ષ ફરતું નથી. હવે આખું સ્વય ફરતું નથી. “જાણનારો જણાય છે” તે સ્વરૂપ છે હવે સ્વજ્ઞાન ફરતું નથી, અજ્ઞાતા ફરતો નથી.
૧૦૫૯ સ્વરૂપ કહો, સ્વજ્ઞાન કહો, સ્વજ્ઞાતા કો આ એક જ વાત છે – “ જાણનારો જણાય છે.” આ હવે ફરે કયાંથી? ફરવાનું હતું તે ફરી ગયું. એક વાર ફરી જા પછી તારે નહીં ફરવું પડે! પછી અનંત કાળ જ્ઞયથી શેયાન્તર નહીં થવું પડે! આ કોઈ અસાધારણ વાત છે. શાસ્ત્રમાં હોય તે જ્ઞાનમાં આવી જ જાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com