________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૫૭ આચાર્ય મહારાજ કહે છે કે પરિણામને જાણવાનું બંધ કરી દે. હવે તેને પરિણામને જાણવાનું બંધ કરવું તે યથાર્થ લાગે છે. તેને અંદર ચોંટ લાગી ગઈ. પરિણામને જાણવાનો પક્ષ હતો હઠાગ્રહ હતો અસત્યનો તે છૂટયો. હુઠાગ્રહ છૂટતાં મિથ્યાત્વની મંદતા થાય છે. પરંતુ મિથ્યાત્વનો હજુ અભાવ થતો નથી. તે મંદતામાં એક નિશ્ચયનયનો પક્ષ આવે છે કે – “જાણનાર જણાય છે', અભેદ જણાય છે. મને ભેદ જણાતો નથી. નજર હજુ ભેદ ઉપર છે... ભેદ ઉપરથી નજર છૂટી નથી.. પણ ભેદને જાણવાનો જે પક્ષ હતો તે ગયો. ભેદ ઉપર હજુ લક્ષ રહી જાય છે. તેથી મિથ્યાત્વ ટળ્યું નહીં પરંતુ મિથ્યાત્વ ગળવા માંડ્યું. મિથ્યાત્વ ટળવા પહેલાં અવશ્ય ગળે છે. પછી તે જ જીવ આ રાગ મને જણાતો જ નથી તેનો નિષેધ કરતો કરતો હવે તે ઉપયોગ લંગડો થઈ જાય છે કેમકે વ્યવહારનો પક્ષ છૂટયો છે ને? આ રાગને જાણવાનો મારો સ્વભાવ નથી તેમ નિષેધ આવે છે, મને તો મારો “આત્મા જાણનાર જણાય છે.” ભેદ જણાતો નથી મને તો અભેદ જણાય છે. વિશેષ નથી જણાતું સામાન્ય જણાય છે. ખંડ નથી જણાતું અખંડ જણાય છે તેમ વિચારમાં ને વિચારમાં રાગ તરફનો ઉપયોગ છૂટી જાય છે. પહેલો વ્યવહારનો પક્ષ છૂટયો અને પછી ઉપયોગ છૂટી જાય છે. જેવો ઉપયોગ છૂટયો તેવો અંદરમાં આવીને અનુભવ થાય છે – આ વિધિ છે. એકદમ યથાર્થ વિધિ છે. બહુ સહેલી ને સુંદર વિધિ છે- આ એક અનુભવની રીત છે.
આચાર્ય મહારાજ અને ગુરુદેવ આ એક રીતે બતાવે છે. પહેલાં ભલે અંદરમાં જતાં તને વાર લાગે તો તે ક્ષમ્ય છે. પરંતુ પહેલાં તો તું એમ નક્કી કર કે-પરને જાણવું તે મારો સ્વભાવ જ નથી. રાગને જાણતાં જ્ઞાન થાય જ નહીં માટે રાગને જાણવું તે મારો સ્વભાવ જ નથી. ભલે હજુ રાગને જાણવા ઉપયોગ રોકાણો છે પણ રાગને જાણતી વખતે પણ રાગને જાણવું સ્વભાવ જ નથી. જેવો નિષેધ કરે છે એટલે જ્ઞાન રાગથી-શયથી વ્યાવૃત થઈને જ્ઞાયકની સન્મુખ આવી જાય છે. આ અનુભવની કળા અને વિધિ છે.
૧૦૬૨
આ ધ્યાનની વિધિ ચાલે છે. આત્માનું ધ્યાન કેમ કરવું? ચિંતવનમાં બેઠો છે ત્યારે ધ્યાન કેમ કરવું? વિકલ્પ ઊઠે છે તે વિકલ્પ તો મારો નથી પણ વિકલ્પ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com