________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨
જાણનારો જણાય છે ભાવમાં અનંત સુખ જેવી સર્વોત્કૃષ્ટ વસ્તુ મળે છે. જાણનારો જણાય છે તે ભાવની વિરાધનામાં અનંત દુઃખ મળશે. હું પરને જાણું છું તેવા અભિપ્રાયમાં સિત્તેર દોડા-દોડી દર્શનમોહનો બંધ પડે છે. સર્વોત્કૃષ્ટ બળવાન જાણનાર-જ્ઞાયક છે. તેની વિરાધનાનું ફળ કોઈ અસાધારણ જ હોય.
૧૦પ૦
આહાહા! લક્ષ પર ઉપર નથી તેથી બંધન નથી. જાણનાર ઉપરથી લક્ષ છૂટતું નથી તેથી બંધાતો નથી. અજ્ઞાન જ થતું નથી માટે તે બંધાતો નથીઅજ્ઞાનથી બંધ થાય છે. અજ્ઞાન શું છે? કહે “જાણનાર જાણવામાં આવી રહ્યો છે.તોપણ તેને જાણતો નથી... અને પરની તપાસમાં પડ્યો છે. પેલાએ શું કર્યું? આણે શું કર્યું? આ કેવો છે? આ કેવો નથી? અરે! મૂક ને માથાકૂટ. પરનું લક્ષ છોડી દે તું! “જાણનાર જણાય છે' તેના લક્ષમાં આવી જા તું! તેની ભાવનામાં તો આવી જા! અરે ! આની ગંભીરતા સમજાવી જોઈએ. તો પરને જાણવાનો પક્ષ છૂટી જાય. પરના લક્ષે અજ્ઞાન થાય છે – અજ્ઞાનથી બંધ થાય છે. જાણનાર આત્માના લક્ષે સમ્યકજ્ઞાન થાય છે. જ્ઞાનથી બંધનો નિરોધ થાય છે.
૧૦૫૧ જ્ઞાનીને બહારની ક્રિયા....પરિણામની ક્રિયા જણાતી જ નથી. કેમકે તેના ઉપર તેનું લક્ષ નથી. તેને નિષ્ક્રિય જ્ઞાયક જણાય છે તેના ઉપર જ એનું લક્ષ છે. તેને પરમાત્માની ભાવના વર્તે છે. તે પોતે પરમાત્મા થઈ જવાનો છે. લોકોને કાંઈ ખબર નથી. બધા અંધારામાં છે. અભિમાન છોડે તો આ સમજાય બાકી તો જેમ છે તેમ જ રહેવાનું છે.
પરને જાણવામાં તે ઘણો દૂર જતો રહે છે. પરને જાણતો જ નથી તેમાં પ્રમાણમાં આવી જાય છે. “જાણનારો જણાય છે” એ જ શુદ્ધનય છે. અને જાણનારો જણાય છે તે જ પ્રમાણ છે. નિષ્ક્રિય જ્ઞાયક ઉપાદેયપણે જણાય છે તે શુદ્ધનય છે-અને આખો પરિણામી “જાણનાર જણાય છે તે પ્રમાણ છે. પર જણાય છે. પર્યાયનો ભેદ જણાય છે તે પ્રમાણની બહાર વયો ગયો. તેને અધ્યવસાન થઈ ગયું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com