________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦
જાણનારો જણાય છે છે – “જાણનાર સ્વયં જણાય છે. આ મંત્રનો જાપ વિશ્વાસપૂર્વક કરવો. પ્રયોગ કરે છે તેને ખ્યાલ આવે છે કે આ કઠણ વાત છે. મંત્રસિદ્ધ થવાનો આ અવસર આવ્યો છે. સ્વરૂપને સમજવાથી અનુભવની વિધિ હાથમાં આવે છે.
૧૦૪૪ જાણનારો જણાય છે તેમાં નિશ્ચય સ્વપ્રકાશકપૂર્વક નિશ્ચય સ્વપરપ્રકાશક આવી જાય છે. “ જાણનારો જણાય છે” આ વાત પરમ સત્ય છે. પક્ષીતિકાન્ત નિશ્ચય રૂપરપ્રકાશકમાં થાય છે. આ નિશ્ચય સ્વપરપ્રકાશક અનુભવના કાળમાં થાય છે. આત્મા જણાય છે અને આત્માઆશ્રિત પરિણામ પણ જણાય છે. નિશ્ચય
સ્વપરપ્રકાશકનું પરિણમન ન થાય ત્યાં સુધી અનુભવ થતો નથી. આનંદમયી આખો આત્મા જણાય છે.
૧૦૪૫ “જાણનારો જણાય છે' આ વાત પરમ સત્ય છે. જેને જાણનારો જણાય છે તેનું નામ જ જાણનારો છે. હું જાણનારો છું માટે મારું નામ જાણનારો છે. જેને જાણનારો જણાય છે તેનું નામ જ જાણનારો છે બીજું જણાય તેવી વ્યવસ્થા જ નથી.
સ્વમાં તન્મય થતાં તો “જાણનારો જણાય છે. પરંતુ સવિકલ્પમાં“જાણનારો જણાય છે –તેથી નક્કી થાય છે કે “જાણનાર જ જણાય છે. બીજું ઝલકે પણ જણાય નહીં. બીજું જણાય તેનું નામ જ અજ્ઞાન છે.
૧૦૪૬ ધારણામાં જાણનાર છું અને જાણનાર જણાય છે' તેમ લીધું છે. હવે ઉપયોગમાં લે! પદે પદે યાદ કરવું કે હું જાણનાર છું. જાણનારો કોઈ નયનો વિષય નથી. જાણનારને જાણતાં જાણનારો આ વિશ્વની ઉપર તરતો હોય તેમ લાગે છે.
૧૦૪૭ આ ઇન્દ્રિયજ્ઞાનરૂપ અનઉપયોગ છે તે તેનો છે જ નહીં ને ! અને જે ઉપયોગ બહિર્મુખ થાય તે ઉપયોગ જ નથી. સાધકનો ઉપયોગ બહિર્મુખ થતો જ નથી. બહિર્મુખ થાય તે ઉપયોગ જ નથી-એ તો ઇન્દ્રિયજ્ઞાન છે. “જાણનાર જણાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com