________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૪૯ ઉપર હોં!? એટલે આ સંસારમાં રખડી રહ્યો છે. નાની પર્યાયમાં મોટો આત્મા જણાય રહ્યો છે.
૧૦૪૦ શેય નથી જણાતું તો જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. શેય જણાય છે તો જ્ઞાનનો તિરોભાવ થાય છે. મારા જ્ઞાન-દર્શનમાં આત્મા જણાય છે. તેવું એક ક્ષણ પણ શ્રદ્ધામાં લાવતો નથી. પરોક્ષજ્ઞાન તે વ્યવહાર છે, પ્રત્યક્ષજ્ઞાન તે નિશ્ચય છે. પ્રથમ વિકલ્પ જ્ઞાનમાં તો લે કે “મારા જ્ઞાનમાં જાણનાર જણાય છે” પરને કરવું તે અજ્ઞાન છે.... પરને જાણવું તે અજ્ઞાન છે.
૧૦૪૧
જે જ્ઞાન જેનું છે તેને (જાણવાનું) છોડીને પરને જાણે તે અધ્યવસાન છેપાપ છે. પુણ્ય હોવા છતાં પાપ છે. “જાણનાર જણાય છે” તે જ્ઞાનનો વિષય છે. હું જાણનાર છે તે શ્રદ્ધાનો વિષય છે. “જાણનારો જણાય છે તે વ્યવહાર શ્રદ્ધાનું સ્વરૂપ છે. આ પ્રયોગ ઉપર ચાલવું તેનું નામ વ્યવહાર છે.
૧૦૪૨ પરને જાણું છું તે જ્ઞાનનો તેમ જ શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધામાંથી આ શલ્ય ન નીકળે ત્યાં સુધી એ દોષ દૂર થતો નથી. જ્ઞાન જેને (પરને) જાણે છે તેને ય નથી કહેતા. જે સ્વયં જ્ઞાત થવા યોગ્ય છે તેને ય કહે છે. તેમ અગ્નિ જેને બાળે છે તેને દાહ્ય નથી કહેતા સ્વયં જે બળે તેને દાહ્ય કહેવાય છે.
અગ્નિ બંધનને બાળે છે એમ જે માને છે તે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાની બહાર છે. તેને બે દ્રવ્યની ભિન્નતા દેખાતી નથી. તેમ જે (પોતાને) પરનો જ્ઞાતા માને છે તે સર્વજ્ઞની આજ્ઞાની બહાર છે. ભગવાન! જાણનારને જાણવાનો આ સ્વર્ણિમ અવસર આવ્યો છે. વ્યવહારનો ઉપદેશ દેવામાં આવતો નથી કારણ કે વ્યવહાર તો સ્વયં પ્રગટ થાય છે.
અગ્નિને અગ્નિકૃત શુદ્ધતા છે તેથી અગ્નિમાં જ્ઞયકૃત અશુદ્ધતા આવતી નથી. તેમ જ્ઞાનમાં જ્ઞાનકૃત શુદ્ધતા છે. જ્ઞાનમાં શેયકૃત અશુદ્ધતા નથી. એટલે પર શેય જણાતું નથી. અમને જ્ઞાન જણાય છે.
૧૦૪૩ મને અત્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સ્વયં જ જાણવામાં આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com