________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૭
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૦૩૪ મિથ્યાષ્ટિનો આત્મા પણ જ્ઞાનરૂપે જ પરિણમે છે. તે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તેવું જ્ઞાન થાય છે. આ પરિણામી દ્રવ્ય લીધું છે. બાળ – ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે – તે પરિણામી લીધું ને !
જાણવારૂપે-જ્ઞાનરૂપે પોતે પરિણમે છે–તેમાં આત્મા જણાય રહ્યો છે. જાણનારો જણાય છે તેવો ત્રિકાળી સ્વભાવ છે જાણનાર ન જણાય તેવો એક સમય ન હોય. જો જ્ઞાન પ્રગટ થતું ન હોય અને એકલો રાગ પ્રગટ થતો હોય તો રાગમાં આત્મા ન જણાય. રાગ જડ છે તે જણાય છે જ્ઞાનમાં.. તો જ્ઞાન પણ પ્રગટ થાય છે.
આહા ! એ જ્ઞાનનો પર્યાય પોતાનો સ્વભાવ છોડતું નથી. પર્યાય જાણે અને દ્રવ્ય જણાય તેવો સ્વભાવ પણ છોડતું નથી. આહા..હા ! થાય છે જ્ઞાન અને ભાસે છે રાગ જણાય છે.
૧૦૩૫
અજ્ઞાનીના પ્રતિભાસમાં તફાવત છે. તેને પણ થાય છે. આત્માનું જ્ઞાન અને ભાસે છે રાગનું જ્ઞાન તે પહેલી ભૂલ. પરિણમું છું એટલે રાગનો કર્તા તે બીજી ભૂલ થાય છે જ્ઞાનનું જ્ઞાન અને માને છે રાગનું જ્ઞાન તે ભૂલ છે.
તેને થાય છે આત્માનું જ્ઞાન-એટલે “જાણનાર જણાય છે” સમયે સમયે જણાય છે જ્ઞાન અને ભાસે છે રાગ જણાય છે તે બીજી ભૂલ છે. એક દ્રવ્યની ભૂલ અને બીજી પર્યાયની ભૂલ છે.
જ્ઞાનમાં જણાય છે જ્ઞાયક અને ભાસે છે દેહ જણાય છે. પરદ્રવ્ય જણાય છે. આહા! થોડા જીવો પામે છે તેનું કારણ આ છે. કાં કરે છે તે જ્ઞાનનું જ્ઞાનત્વ અને કાં કરે છે જ્ઞાનનું અજ્ઞાનત્વ. બાકી પ્રગટ તો સમયે – સમયે જ્ઞાન જ થાય છે. જો જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ ન થતો હોત તો અજ્ઞાન પણ સિદ્ધ ન થાત. દેહ જણાય તો દેહમાં મમત્વ થાય ને? જાણ્યા વિના શ્રદ્ધાન કોનું? જાણેલાનું શ્રદ્ધાન થાય છે.
૧૦૩૬ આ આખી કર્તા-અકર્તાની રમત છે. જો ઘડો ઘીમય થાય તો આત્મા રાગમય થાય. જ્ઞાયક જણાય છે જ્ઞય જણાતું જ નથી.. આમાં જ્ઞાયકનું જોર આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com