________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૪૫ અનેકાન્ત છે. આ અનેકાન્ત ભેદજ્ઞાનપરક અમૃત છે. સ્વભાવની સિદ્ધિ કરાવનાર
આહા ! “ જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી.' ગુરુદેવે કહ્યુંખરેખર તને પર જણાતું નથી તો પછી પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી? એજન્ડા ઉપર તે વાત રહેતી જ નથી. આવું વાક્ય આત્મધર્મમાં આવ્યું.
એક પરને કરવાનો પક્ષ અને બીજો પરને જાણવાનો પક્ષ અનંતકાળથી મારી નાખે છે. એકમાં દ્રવ્યનો નિશ્ચય (હાથમાંથી) વયો જાય છે. બીજામાં પર્યાયનો નિશ્ચય વયો જાય છે અને અજ્ઞાન થઈ જાય છે. એકમાં દ્રવ્યસંબંધી અજ્ઞાન બીજામાં પર્યાયસંબંધી અજ્ઞાન. અકર્તાને કર્તા માનવો તે દ્રવ્યસ્વભાવની વિપરીતતા છે. જ્ઞાયકનો જાણનાર છે એને પરનો જાણનાર માનવો તે પર્યાયના સ્વભાવની વિપરીતતા છે.
વિષય ફરે તો જ્ઞાન પ્રગટ થાય. તેણે સ્વયનો વિષય આપવાની જરૂરી છે. થોડો ટાઈમ ભલે લાગે. પછી જ્ઞાન તો સ્વજ્ઞયનું જ્ઞાયકનું છે તેમાં ટકી જશે. અસંખ્ય પ્રદેશથી આનંદની લહેર ઊઠશે. “આનંદ લહેર્ગે મગર જ્ઞાતા રહેગે” ભોક્તાધર્મને જાણું પણ હું (આનંદને) ભોગવું છું તેમ માનું નહીં. આનંદની પર્યાયના ભેદને જાણે તોપણ (આનંદમાં) ઓટ આવી જાય છે.
૧૦૩૨
કાં જ્ઞાન હોય અને કાં તો અજ્ઞાન હોય – મિશ્ર દશા ન હોય. કાં ક્રોધમાં અહંપણું આવે અને કાં જ્ઞાયકમાં અહંપણું આવે. જ્ઞાનરૂપે પરિણમે તો બંધ થતો નથી અને અજ્ઞાનરૂપે પરિણમે તો તેના નિમિત્તે નવા કર્મનો બંધ થાય છે. જૂનાંની સાથે નિમિત્ત – નૈમિત્તિક અને નવાંની સાથે નિમિત્ત – નૈમિત્તિક સંબંધ ઊભો થાય છે એટલે અજ્ઞાન પ્રગટ થાય છે, તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત અને આ (ભાવકર્મ) નૈમિત્તિક, હવે આ (ભાવકર્મ) નિમિત્ત અને નવો બંધ થાય તે નૈમિત્તિક. આ રીતે નિમિત્તનૈમિત્તિક સંબંધની પરંપરા તે સંસાર છે. તેને હવે ભેદજ્ઞાનથી તોડી નાખ.
આહા ! હું તો જ્ઞાનમય આત્મા છું. “મને જાણનાર જણાય છે.' ક્રોધ મારામાં થતો નથી ને? ક્રોધને હું જાણતોય નથી ને! તેમ કરીને જાણનારને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com