________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪
જાણનારો જણાય છે
૧૦૩).
પ્રમાણ નય આદિ ભેદની તો વાત જ નથી? શુદ્ધાત્માનો અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી. ભેદની વાત તો શું કરીએ ? પણ શુદ્ધ અનુભવ થતાં બૈત જ ભાસતું નથી. “જાણનારો જણાય છે. તેવું છે નહીં. “ જાણનારો જણાય છે' એ તો ભેદ થયો. અભેદ-અદ્વૈત-એકાકાર ચિન્માત્ર ભગવાન જ દેખાય છે.
૧૦૩૧
શું કલમ ચલાવી. પાંચ મહાવ્રત જ્યારે પ્રતિભાસે છે મારા જ્ઞાનમાં એ વખતે અમને તો જ્ઞાયક જણાય છે.
જિજ્ઞાસાઃ સાહેબ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે ને!
સમાધાન: હું તો મારા સ્વભાવથી વાત કરું છું. વ્યવહારનયની મને કાંઈ ખબર નથી. મારા જ્ઞાન સ્વભાવમાં તો જ્ઞાયક જણાય છે. જે જણાય છે તેની વાત કરું છું બસ.
આ સિદ્ધાંત સવિકલ્પમાં કાયમ સાથે રાખવો – પર જણાતું નથી. જો સવિકલ્પમાં પણ વ્યવહારે મન પર જણાય છે. તો લપ છે એટલે જ્ઞાન દૂર થઈ જશે. કારણ કે પેલા ઇન્દ્રિયજ્ઞાનના (અનાદિના) સંસ્કાર છે તેથી ઇન્દ્રિયજ્ઞાન બળવાન થઈ જશે.
વીરજીબાપા કહેતા હતા તે વાત યથાર્થ છે. પર જણાતું નથી તે તેની માસ્ટરી હતી. પર જણાતું જ નથી તેમાં જ જાણનાર જણાય જાય છે. પર જણાય છે તેમાં આત્મા તિરોભૂત થઈ જાય છે અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.
છદ્મસ્થનો ઉપયોગ એક સમયે એકમાં જ હોય. પર જણાય છે તો સ્વ તિરોભૂત થયું. સવિકલ્પદશામાં એક જ શેય છે. (જ્ઞય ફરતું નથી.)
જ્ઞાન જેનાથી તન્મય થાય તેને જાણ્યા જ કરે છે. તે જ્ઞાન જ્ઞાયકથી છૂટું પડે છે? ન પડે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કોઈ ક્રોધાદિ નથી. બે શબ્દમાં ગાથા પૂરી થઈ ગઈ–ગાથા જ એટલી છે.
ઉપયોગમાં ક્રોધાદિ છે તે ભ્રાંતિ હતી. તે કાઢવા માટે ઉપયોગમાં ક્રોધાદિ નથી તે અસ્તિ-નાસ્તિ અનેકાન્તની વાત કરી. અંદરમાં અસ્તિ નાસ્તિ છે. ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં ક્રોધાદિ નથી. આ અતિ નાસ્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com