________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૨૪૨
જ છે. તેમાં ઉપરોક્ત બંને ભાવ આવી ગયા કે નહીં?! આવી જ જાય છે. જ્ઞાનમાત્ર ભાવમાં પણ બંને ભાવ આવી જાય છે એટલે ધ્યેય પૂર્વક જે જ્ઞેય થયું તે વસ્તુનું સ્વરૂપ છે. જૈનદર્શનની અલૌકિક વાત છે.
૧૦૨૭
મોસંબીના ટોપલામાંથી એક મોસંબી લીધી તો તે અનેક મોસંબી હતી તેમાંથી એક જુદી પડી ગઈ. અસ્તિનાસ્તિના પહેલા બોલમાં ૫૨થી જુદાઈ. બીજા બોલમાં અંદરમાં મોસંબીના છોતાની રસમાં નાસ્તિ છે. તેમ પર્યાયની દ્રવ્યમાં ભગવાન આત્મામાં નાસ્તિ છે.
હવે ‘જાણનારો જ જણાય છે ૫૨ જણાતું નથી' મને છ દ્રવ્યો તો જણાતાં નથી પણ છોતાએ જણાતા નથી. રસ જણાય છે. તેમ સ્વપરપ્રકાશક છે તે પ્રમાણરૂપ છે. તેમાંથી ૫૨ને જાણતો જ નથી સ્વને જ જાણું છું ત્યારે સ્વપ્રકાશક થાય છે. સ્વપ્રકાશકપૂર્વક સ્વપ૨પ્રકાશક જ્ઞાન તો પાછું જ્ઞાનીને થાય છે.
તેમ અનેકાન્તનું જે સ્વરૂપ છે તે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. તેમાંથી સમ્યક્ એકાંત કાઢે તો અનુભવ થાય. અનુભવ થતાં દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન થઈ જાય છે. આનંદ આવ્યો તે અનેકાન્ત સમ્યક્ થયું. એકલા દ્રવ્યને જાણે છે તેમ નથી. પર્યાયના લક્ષ વિના, ઇન્દ્રિયજ્ઞાનના સહારા વિના, યુગપદ, અક્રમે, એક સાથે એક સમયમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થાય છે.
૧૦૨૮
આત્માએ એક સમય પણ આત્માને જાણ્યો નથી. ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત.' ક્રિયાંકાંડ ઘણા કર્યા, (તેના ફળમાં) નવમી ઐવૈયક સુધી ગયો... પણ તેણે એક કેવળ આત્માને જાણ્યો નહીં.
આત્માને જાણ્યા વિના ભવનો અંત કોઈને આવ્યો નથી. આવવાનો પણ નથી. થાકીને.. હારીને પણ.. (અહીં આવવાનું છે.) આખો દિવસ ૨ખડે બજારમાં પણ ઘરે જાય એટલે તેનો થાક ઊતરે. હાશ! ઘરમાં આવ્યો. તેમ આત્માને અંતર્મુખ થઈ જાણે કે... ‘જાણનારો જણાય છે.' જે જાણે છે તેને નથી જાણતો પણ જણાય છે તેને જાણું છું. પર્યાયના ભેદને જાણતો નથી. પરંતુ હું તો અભેદને જાણું છું-તે મારું સ્વñય છે અને હું જ્ઞાતા છું તેવો અનુભવ કરતાં ભવનો અંત આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com