________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૪૧ પ્લસ ઉપયોગાત્મક. કયા પ્રતિભાસને ઉપયોગાત્મક કરે છે તેના ઉપર જ્ઞાનઅજ્ઞાનનો આધાર છે.
જો એ ઉપયોગમાં એમ આવે છે કે – “જાણનારો જણાય છે... જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. તો સમ્યકદર્શન થઈ જાય છે. અને એ જ્ઞાનમાં રાગાદિનેદેહાદિ જણાય છે માટે તે મારા, જો એમ ઉપયોગાત્મક કરી લ્ય તો જ્ઞાનનું અજ્ઞાન કરી લ્ય છે. અજ્ઞાની નવો થાય છે. અજ્ઞાની જૂનો નથી. જૂનો તો જ્ઞાયક છે. પોતે તો જ્ઞાયકરૂપ જ છે.
૧૦૨૪ પરયને હું જાણતો નથી. માત્ર જ્ઞાયક જ જણાય છે. આ અસાધારણ વાત છે. આ સિવાય કોઈને અનુભવ થતો નથી. પર્યાયાર્થિકચક્ષુ સર્વથા બંધ કરી દે! એમાં શેય ફરી જાય છે. આ વાત તે બહેનને કરી હતી. “જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી.' પરનો કર્તા નથી અને પરનો જ્ઞાતા નથી. બે વાક્ય કહ્યાં હતાં. પછી ચર્ચા બંધ કરી દીધી.
૧૦૨૫
પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશિત કરવામાં પણ દીપક જ છે. અન્ય કાંઈ નથી–તેમ જ્ઞાયકનું સમજવું. “જ્ઞાયક તો જ્ઞાયક છે.” પરને જાણે ત્યારે પણ જાણનાર જાણવામાં” આવે છે – એટલે જ્ઞાયક છે. રાગને જાણે તોપણ એ રાગી થતો નથી. તે તો જ્ઞાયક જ છે. ખરેખર તો રાગને જાણતોય નથી જ્ઞાયકને જ જાણે છે. વ્યવહાર રાગને જાણે છે એમ કહેવામાં આવે છે. નિશ્ચય અને વ્યવહારની આ વાત છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. નિશ્ચય શું? પરિણામથી રહિત જાણવું તે નિશ્ચય અને સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રથી સહિત જાણવું તે વ્યવહાર છે.
૧૦૨૬ અનુભવનો વિષય જ્ઞાનમાત્ર અને અનુભવ થયો તે પણ જ્ઞાનમાત્ર થયો. જ્ઞાનમાત્ર દષ્ટિનો વિષય દષ્ટિમાં આવતાં જે અનુભૂતિ થઈ તે પણ એમ જાણે છે કે હું જ્ઞાનમાત્ર છે. “જાણનારો જણાય છે તેમાં બંને આવી ગયા કે નહીં?
આપણે જાણનારો જણાય છે” એ એક સૂત્ર લ્યો ને! જાણનારો તે જ્ઞાનમાત્ર છે અને જે જણાયો તે તો તે જ છે. જ્ઞાત તે તો જ્ઞાત જ છે. જ્ઞાયક તો
જ્ઞાયક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com